Site icon Revoi.in

તમારા પાર્ટી લૂકને આકર્ષક બનાવે છે લોંગ ગાઉનની આ ફેશન, તમે પણ ટ્રાય કરો અને પાર્ટીમાં દેખાવો શાનદાર

Social Share

હાલ ઉનાળો ચાલી રહ્યો છે આવી સિઝનમાં જો રાત્રે પાર્ટીમાં જવાનું હોય તો આપણે એવા કપડાની પસંદગી કરીે છીએ કે જેમા ગરમી ન લાગે અને આપણાને આરામદાયક અનુભવ થાય, જો તમે પણ પાર્ટીના શઓખીન છો તો યુવતીઓએ લોંગ ગાઉન કેરી કરવા જોઈએ, કારણ કે આ ગાઉન હળવા ફ્રેબિકમાં હોવાથી તેમાં ગરમી નથી લાગતી ઉપરાંત તમને શાનદાર તથા આકર્ષક લૂક મળે તે એલગ, તા ચાલો જાણીએ કેવા પ્રકારના લોંક ગાઉન તમારી સુંદરતા વધારે છે.

ફ્લાવર ગાઉન

હેવી લુક આપવા માટે કપડાંમાંથી તૈયાર કરેલા ફૂલોને ગાઉનમાં પણ સજાવવામાં આવી રહ્યા છે. તતેને ખભા, ગરદન અને કમર પર લગાવવામાં આવી રહ્યા છે. બોટ કટ, કોલર સ્ટાઈલ, રાઉન્ડ પણ આમાં છોકરીઓ પહેરે છે.ફ્રોક કે લોંગ ગાઉનમાં પણ અનેક પ્રકારની ડિઝાઇન અને સરળ રીતો તૈયાર કરવામાં આવી રહી છે. ફેશન ડિઝાઈનરના મતે ઈમ્પોર્ટેડ કપડામાં સ્ટેન અને ફ્લાવર ડેકોરેશનમાં ઘણું બધું ચાલી રહ્યું છે.

ફ્લેર ગાઉન

આ પ્રકારના ગાઉનનો ઘેર વધારે હોય છે તે બલૂનની જેમ ફૂલેલા પણ હોય છે જે તમને આરામ દાયક પણ લાગે છે અને પાર્ટીમાં શઆનદાર લૂક પમ આપે છએ

સાઈડ કટ ગાઉન

આ પ્રકાના ગાઉન ઉનાળા માટેનું બેસ્ટ કલેક્શન કહી શકાય કારણ કે આ ન તો ફૂલેલા હોય છે કે ન તો ફઅલાવર વાળા તે સીધા સીઘા લોંગ સાઈઝમાં હોય છે અને એક સાઈડ કચ હોવાથી તે સ્કિન ટાઈટ પણ લાગતા નથઈ અને પાર્ટીમાં ખૂબ જ સરસ લાગે છએ.