જો આપણે આપણો ખોરાક સુધારી લઈે તો દરેક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ મટી જાય છે,ખાસ કરીને વધુ કેલેરીવાળો ખોરાક ન લેવો જોઈએ તેનાથી વજન વધવાની શક્યતાઓ રહે થે તો ચાલો જાણીએ એવા કયા ખોરાક છે જે ખાવાથી વજન તો નથી જ વધતો અને સાથે જ આરોગ્ય પણ હેલ્ધી રહે છે.
કાચી કેરી
ઉનાળામાં કાટચી કેરીનું સેવન તથા સાકર અને કેરીના શરબતનું સેવન લૂમાં રાહત આપવાનું કામ કરે છે.કાચીકેરી શરીરને એનર્જી પુરી પાડે છે દિવસ દરમિયાન તાજગી અનુભવાય છે.
રસદાર ફળો
ખાસ કરીને ગરમીથી બચવા રસદાર ફળોનું સેવન દરરોજ કરવું જોઈએ બને ત્યા સુધી તીખો તળેલો ખોરાક ટાળવો જોઈએ ફળોમાં વધુ ખવાતા સફરજનમાં 100 ગ્રામ દિઠ સફરજનમાં માત્ર 62 કેલરી અને 3 ગ્રામ ડાયેટરી ફાઈબર હોય છે.આ સહીત મોસંબી, સંતરા, પાઈનેપલ, સ્ટોબેરી વગેરેનું સેવન કરવું જોઈએ
ડુંગળી
આ સાથે જ 100 ગ્રામ ડુંગળીમાં 40 કેલરી અને 1.7 ગ્રામ ડાયેટરી ફાઈબર હોય છે. આ ઉપરાંત તેમાં 9.34 ગ્રામ કાર્બોહાઈડ્રેટ પણ હોય છે.ડુંગળી ઉનાળાની ગરમીમાં રાહત આપે છે. તે પેટની ગરમી તથા ત્વચા પર તતા ખીલમાં રાહત આપે છે.
શાકભાજી
જ્યારે શાકભાડજીમાં સૌથી હેલ્ધી ફૂડ ગણાતા પાલકમાં 100 ગ્રામ પાલક દિઠ માત્ર 23 કેલરી હોય છે અને તેમાં 2.9 ગ્રામ પ્રોટીન અને 2.2 ગ્રામ ડાયેટરી ફાઈબર પણ હોય છે.જેથી ખાવામાં અને વેઈટ લોસ કરવામાં ખૂબ ગુણકારી સાબિત થાય છે.
દરેક પ્રકારના સલાડ
સલાડમાં ખવાતું બીટ 100 ગ્રામ બીટમાં 43 કેલરી અને 2.8 ગ્રામ ડાયેટરી ફાઈબર હોય છે.જેથી આ બીટ ખાવાથી હેલ્થ તંદુરસ્ત રહે છે , જો ગાજરની વાત કરીએ તો તેમાં 100 ગ્રામ ગાજરમાં 35 કેલરી અને 3 ગ્રામ ડાયેટરી ફાઈબર હોય છે. તેમાં 3 ગ્રામ સુગર પણ હોય છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી.જેથી ગાજરનો જ્યૂસ સ્વસ્થ્ય માટે ગુણકારી છે, દરરોજ સવારે નાસ્તામાં ગાજરના જ્યૂસનું સેવન કરવું જોઈએ