Site icon Revoi.in

એલ્યુમિનિયમના વાસણમાં આ ખોરાક ક્યારેય ન રાંધવો જોઈએ, નહી તો થાય છે નુકશાન

Social Share

 

પહેલાના સમયમાં માટીના વાસણમાં ખોરાક બનાવામાં આવતો કારણ કે તે આરોગ્યની બાબતે બેસ્ટ ગણાય છે, જો કે આજકાલ તો હવે સ્ટિલ, નોનસ્ટિક કે એલ્યુમિનિયમમાં જમવાનું બનાવામાં આવે છે. આજના બદલાતા યુગમાં લોકોની દિનચર્યાની સાથે સાથે લોકોની જીવનશૈલી પણ બદલાઈ ગઈ છે. જો કે એલ્યુમિનિયમમાં રહેલો ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે સારો નથી. તે આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે.

જાણો એલ્યુમિનિયમના વાસણમાં કયો ખોરાક ન બનાવો જોઈએ

જે ખોરાકમામં વિનેગર નાખવામાં આવે તે ખોરાક

નિષ્ણાતોના મતે વિનેગર એલ્યુમિનિયમ સાથે ઝડપથી પ્રતિક્રિયા આપે છે. આ શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે એલ્યુમિનિયમના વાસણમાં વિનેગર સંબંધિત કોઈપણ વાનગી ક્યારેય ન રાંધવી જોઈએ.

ટામેટા વાળી અથવા ખટાશ વાળી વાનગીઓ

ટામેટા પ્રકૃતિમાં એસિડિક હોય છે. જ્યારે તેને એલ્યુમિનિયમના વાસણમાં રાંધવામાં આવે છે, ત્યારે તેનો સ્વાદ બગડી જાય છે. આ ઉપરાંત, તે એલ્યુમિનિયમ સાથે પ્રતિક્રિયા કરીને ખોરાકનો સ્વાદ બગાડે છે.જેથી આવો ખોરાક એલ્યુમિનિયમમાં ન બનાવવો

સાઇટ્રસ ફૂડ્સ

ટામેટાં અને વિનેગર જેવા સાઇટ્રિક ખોરાક પણ એલ્યુમિનિયમ સાથે ઝડપથી પ્રતિક્રિયા આપે છે. લીંબુ દહીં, લીંબુ ચોખા જેવા ખોરાકને એલ્યુમિનિયમના વાસણોમાં ન રાંધવા જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમે લીંબુ ચોખા અથવા લીંબુ સાથે સંબંધિત કંઈપણ બનાવતા હોવ તો તેને એલ્યુમિનિયમના વાસણોમાં બનાવવાનું ટાળો.