ચિલગોઝા અથવા પાઈન નટ્સ તમારી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ચિલગોઝાને અંગ્રેજીમાં પાઈન નટ્સ કહે છે. પાઈન નટ્સ ખાવાના ઘણા ફાયદા છે, આના વિશે લોકો જાણતા નથી. કાજુ બદામ બીજા ડ્રાયફ્રૂટ્સ કરતા પાઈન નટ્સ વધારે ફાયદાકારક છે. પાઈન નટ્સના બીજને ખાવામા આવે છે. વિટામિન A, E, B1, B2, C, કોપર, મેગ્નેશિયમ, ઝિંક, મેંગેનીઝ, કેલ્શિયમ અને આયર્ન પાઈન નટ્સમાં ભરપૂર માત્રામાં જોવા મળે છે.
પાઈન નટ્સ ખાવાના ફાયદા
• લોહીની કમી દૂર થશે
પાઈન નટ્સમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તો આ લોહીની કમીને દૂર કરવામાં મદદ કરે છે.
• ગ્લોઈંગ સ્કિન મળશે
ભૂખ ઓછી કરે છે પાઈન નટ્સ ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. આમાં પાઈન નટ્સ તેલનું સેવન ફાયદાકારક છે. તેમાં પિનોલેનિક નામનું ફેટી એસિડ હોય છે, તેથી તે ભૂખ ઓછી કરવામાં મદદરૂપ થાય છે.
• એનર્જીથી ભરપૂર રાખશે
પાઈન નટ્સમાં મેગ્નેશિયમ મળે છે, જે દિનભરના થાક દૂર કરવામાં ફાયદાકારક છે. પાઈન નટ્સનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ચરબી, આયર્ન અને પ્રોટીન હોય છે. જે તમને તાજગી મહેસૂસ કરાવે છે.
• ડાયાબિટીસને કંટ્રોલ કરે
તમે ડાયાબિટીસ અથવા મધુમેહથી પરેશાન છો તો તમારે તમારી ડાઈટમાં પાઈન નટ્સનો ઉમેરવું જોઈએ. તમે રોજ પાઈન નટ્સ ખાઓ તો તમને ટાઈપ-2 ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.