પપૈયામાં ફાઈબર, વિટામિન બી, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન એ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. પપૈયું માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ તેને ચહેરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે. ઓયલી સ્કિનવાળા લોકોને વરસાદની ઋતુમાં વધુ સમસ્યા થાય છે, આ સ્થિતિમાં પપૈયાથી બનેલો ફેસ પેક ઓયલી સ્કિન પર લગાવવાથી ચહેરો સાફ થાય છે અને ખીલની સમસ્યા ઓછી થાય છે. અહીં અમે તમને પપૈયાનો ફેસ પેક બનાવવાની રીત જણાવી રહ્યા છીએ, જેના ઉપયોગથી ચહેરો ચમકશે અને દાગ-ધબ્બા દૂર થશે.
એલોવેરા અને પપૈયાનો ફેસ પેક
એલોવેરામાં ઔષધીય ગુણો હોય છે, જે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. પપૈયાના 2 થી 3 નાના ટુકડાઓમાં એક ચમચી એલોવેરા જેલ ઉમેરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર 4 મિનિટ સુધી સારી રીતે ઘસો. આ પછી, તેને લગભગ 15 મિનિટ સુધી રહેવા દો અને છેલ્લે નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો.
પપૈયા અને મુલતાની માટી ફેસ પેક
પપૈયાના 3 થી 4 નાના ટુકડાઓમાં 1 ચમચી મુલતાની માટી પાવડર મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરો. આ પેકને ચહેરા અને ગરદન પર 15 મિનિટ સુધી લગાવો અને પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. પપૈયા અને મુલતાની માટી પેકનો ઉપયોગ ચહેરાના ડાઘ ઘટાડે છે.
પપૈયા અને મધનો ફેસ પેક
આ ફેસ પેક બનાવવા માટે તમારે 2 ચમચી છૂંદેલા પપૈયા અને 1 ચમચી મધની જરૂર પડશે. બંનેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી આ પેકને ઓછામાં ઓછા 15 મિનિટ માટે ચહેરા પર રહેવા દો. છેલ્લે આ ફેસપેકને સ્વચ્છ પાણીથી ધોઈ લો.