ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચાવશે આ ફળ
- ગરમીમાં પાણી વધારે પીવાનું રાખો
- ડિહાઈડ્રેશનથી બચાવવામાં છે મદદરૂપ
- આ ઉપરાંત આ ફળોનો પણ કરો ઉપયોગ
ઉનાળાની ગરમી એવી હોય છે કે જો ધ્યાન રાખવામાં ન આવે તો મોટી સમસ્યા ઉભી કરી છે, લોકો ડિહાઈડ્રેશનથી બચવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતા હોય છે કેટલાક લોકો પાણી વધારે પ્રમાણામાં પીતા હોય છે પણ તે લોકોએ એ વાત પણ સમજવી જોઈએ કે ઉનાળાની ગરમીમાં કેટલાક ફ્રૂટનું પણ સેવન કરવું જોઈએ જે શરીર માટે ખુબ ઉપયોગી અને ફાયદાકારક છે.
ઉનાળાની ઋતુમાં તરબૂચ, શકરટેટી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. લોકોને તરબૂચ ખૂબ ગમે છે કારણ કે તેને ખાવાથી લોકો ખૂબ જ તાજગી અનુભવે છે અને તેમાંથી સુગંધ પણ ખૂબ જ સારી આવે છે. તરબૂચમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન એ અને વિટામિન સી હોય છે. તે કીડની, બ્લડપ્રેશર અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ લાભકારી ફળ છે.
શકરટેટીમાં GI લેવલ ઓછું હોય છે, જેના કારણે બ્લડ શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. જે લોકોને કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડે છે તેમના માટે પણ શકરટેટી ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમાં ફાઈબરની માત્રા મળી આવે છે. વધુમાં, શકરટેટી વિટામિન સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સનો સારો સ્ત્રોત છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે તે હૃદયની બીમારીઓ અને કેન્સરથી બચવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.