હોલિકા દહન દરમિયાન હોલિકાની અગ્નિમાં ઘઉંની ડૂંડી અર્પિત કરવામાં આવે છે.
હોલિકા દહન દરમિયાન હોલિકાની અગ્નિમાં ઘઉંની ડૂંડી અર્પિત કરવામાં આવે છે. ઘઉંની ડૂંડી અગ્નિમાં અર્પિત કરવાથી તમારી આર્થીક સ્થિતિમાં સુધારો થાય છે.
ઘઉંની ડૂંડી અગ્નિમાં અર્પિત કરવાથી માં લક્ષ્મીની કૃપા તેમના ભક્તો પર હંમેશા રહે છે સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.
એવું માનવામાં આવે છે કે હોલિકાની અગ્નિમાં 7 ઘઉંની ડૂંડીની આહૂતિ આપવી જોઈએ. 7 ઘઉંની ડૂંડીને પોતાના પર 7 વાર ફેરવી લો. તેના પછી તેને હોલિકાની પવિત્ર અગ્નિમાં નાંખો.
હિલકા દહનના દિવસે શ્રેષ્ઠ મુહૂર્ત રાતે 11.13 વાગ્યાથી લઈ રાતે 12.27 મિનિટ સુધઈ રહેશે. આ દરમિયાન તમે પુજા કરી શકો છો. ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થશે, સાથે જ માં લક્ષ્મીની કૃપા તમારા પર સદૈવ રહેશે. આના બીજા દિવસે રંગ રમાવ વાળી હોળી રમાય છે.