Site icon Revoi.in

આ ગુજરાતી યુવકે ન્યૂયોર્કમાં મેળવી કરોડોના પેકેજવાળી પ્રથમ જોબ 

Social Share

અમદાવાદઃ-કોરોનાકાળ પછી આમ તો જાણે નોકરીઓ ગુમાવવાથી લઈને પગાર કપાતની ઘટનાઓ અનેક સામે આવી છે ત્યારે હવે આવી સ્થિતિમાં પણ અનેક કંપનીઓ દ્વારા ટેલેન્ટેડ લોકોને કરોડોની જોબ ઓફર કરવામાં આવી જ રહી છે,ગુજરાતના એક યુવકએ ન્યૂયોર્કમાં કરોડોના પેકેજ વાળી નોકરી સ્વીકારી છે.

ન્યૂયોર્કમાં 2.40 કરોડના પેકેજ સાથે કારકિર્દીની શરુઆત કરનાર યુવક કેવલ મોરબીયાએ કચ્છનું ગૌરવ વધાર્યું છે. બીએમસીબી બેંકના ફાઉન્ડર ચેરમેન CA મહેન્દ્ર મોરબીઆના પુત્ર કેવલ એ વિશ્વ કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભૂજના આ યુવાને વિશ્વની ટોચની 5 યુનિવર્સિટીમાં સ્થાન પામતી યુનિવર્સિટી ઓફ ઈલીનોય એટ અર્બાના શેમ્પનમાંથી 100 પર્સન્ટાઈલ સાથે ઉચ્ચ સ્થાન મેળવીને આ નોકરી પ્રાપ્ત કરી છે.

કેવલ એ B.E.BITS Pilani માંથી 9.7 CGPA સાથે યુનિવર્સિટીમાં ટોપ રેન્ક મેળવ્યો. ત્યાર બાદ ઉચ્ચ અભ્યાસ MS.Comp ની પોસ્ટ ગ્રેજયુએટ ડીગ્રી વિશ્વની ટોપ-5 યુનિવર્સિટીમાં આવતી યુનિવર્સિટી ઓફ ઈલીનોય એટ અર્બાના શેમ્પનમાંથી 100 પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યા હતા.ત્યા અભ્યાસમાં નામના મેળવીને હવે કેવત ત્યાની જ ઉચ્ચ કંપનીમાં નોકરી સ્વીકારી છે.

શિક્ષણની સાથે કેવલે યુએસએમાં એમેઝોન અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓમાંથી ઈન્ટર્નશિપ પણ કરી હતી. જેના બાદ કેવલને ન્યૂયોર્કની મલ્ટિનેશનલ બ્લૂમર્ગ કંપનીમાં રિસર્ચ એન્જિનિયર તરીકે નોકરી મળી છે. મહત્વની વાત એ છે કે હાલ તેની ઉમર માત્ર 23 વર્ષની છે જેણે આટલી નાની ઉમરે આટલી મોટી સિધ્ધી પ્રાર્ત કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

કરિયરની શરૂઆત કરનાર કેવલને કંપની તરફથી 2.40 કરોડનું પેકેજ આપવામાં આવ્યું છે. એટલુ જ નહિ, USA ની Top A કોન્ફરન્સમાં કેવલને રિસર્ચ પેપર અને પ્રેઝન્ટેશન આપવા માટે પણ આમંતચ્રીત કરાયો હતો, જે તેની યશ કલગીમાં વધુ મોરપંખનો ઉમેરો કરે છે.

સાહિન-