આજકાલ અચાનક જો કોઈ ગરીબ વ્યક્તિ પૌસાદાર બની જાય તે પણ રાતોરાત તો તે ટારેતરફ સમાચારોનો વિષય બને છે અને તેની ચર્ચા ચારેતરફ થવા લાગે છે તાજેતરમાં એક આવી જ ઘટના સામે આવી છે જેણે તહેલકો મચાવ્યો છે
વાત જાણે ભારતની જ છે નાગાલેન્ડ રાજ્યની આ ઘટના છે જ્યા લોટરીની ડ્રો 24 જૂને યોજાઈ હતી, જેનું પહેલું ઈનામ ગુરદાસપુર જિલ્લાના ધ્યાનપુર વિસ્તારના રહેવાસી સલવિન્દ્ર કુમારે જીત્યું છે.
આ વિજેતા ટિકિટ પઠાણકોટની સ્ટોકિસ્ટ બિલ્લા લોટરી એજન્સી પાસેથી ખરીદવામાં આવી હતી, જેનો ટિકિટ નંબર 311740 છે.જો કે મહત્વની વાત એ છે કે ટિકિટની કિમંત માત્રને માત્ર 6 રુપિયા હતી તેમ જણાવાઈ રહ્યું છે.
આ લોટરી જીતનાર કુમારે જણાવ્યું કે તે વર્ષ 1991થી લોટરીની ટિકિટ ખરીદી રહ્યો છે, વ્યવસાયે ખેડૂત છે તેઓ અને તેને સ્વપ્નમાં પણ ખ્યાલ નહોતો કે આ વખતે તેનું નસીબ બદલાશે. તેણે આ ટિકિટ પઠાણકોટના વાલ્મિકી ચોક ખાતે બિલ્લા લોટરી એજન્સીમાંથી ખરીદી હતી. પ્રથમ પુરસ્કાર જીત્યા બાદ તેનો આખો પરિવાર અને સંબંધીઓ ખૂબ જ ખુશ છે.જે વ્યક્તિએ એક એક પાઈ કરીને ભેગી કરી હોય અને અચાનક કરોડોની લોટરી લાગી જાય તો કેવું લાગે તે એહસાસ આ વ્યક્તિને થયો છે.