Site icon Revoi.in

 આ વ્યક્તિને માત્ર 8 સેકન્ડ માટે ક્વોરોન્ટાઈનમાંથી બહાર નીકળવું ભારે પડ્યું – ભરવો પડ્યો 2.5 લાખનો દંડ

Social Share

તાઇવાન એક એવો દેશ છે કે, જેને સંપૂર્ણ રીતે કોરોના પર કાબુ મેળવવા માટે ઓળખવામાં આવી છે. ચીનના પાડોશી દેશ હોવા છત્તાં તાઇવાનમાં કોરોનાના કેસો નહીવત જોવા મળે છે. જો કે આના પાછળનું ખાસ એક કારણ છે, અને એ કારણ એટલે કોરોનાના સખ્ત નિયમો, જેના થકી જ અહીં કોરોનાનું સંક્રમણ ઓછું ફેલાયું છે,નિયમો અહીના એટલી હદે કડ કે છે કે અહીં 10 સેકન્ડ માટે ક્વોરોન્ટાઈનમાંથી બહાર નીકળવા માટે પર કરો દંડ ફટકારવામાં આવે છે.

તાજેતર તાઈવાનમાં એક વ્યક્તિને નિયમ ભંગ કરવા માટે 2.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, તેની સજા માત્રને માત્ર એટલી જ હતી કે તેને ક્વોરોન્ટાઈન કરાયો હતો અને તેણે માત્ર 8 સેકન્ડ માટે રુમની બહાર હોલમાં આવ્યો હતો.

મૂળ ફિલિપાઇન્સનો, એક વ્યક્તિ તાઇવાનના ગાઉશુંગ શહેરની એક હોટલમાં  ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યો હતો. તાઇવાનની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી પ્રમાણે, આરોગ્ય વિભાગનું કહેવું છે કે ક્વોરોન્ટાઈનમાં રહેતા દરમિયાન આ વ્યક્તિ થોડીવાર માટે પોતાનો રુમ છોડીને હોલમાં ગયો હતો.

આ વ્યક્તિ પોતાનો રુર છોડીને માત્ર 8 સેકન્ડ માટે જ હોલમાં આવ્યો હતો અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. આ પછી હોટલ કર્મચારીઓએ આરોગ્ય વિભાગને ઘટનાની જાણ કરી હતી. આરોગ્ય વિભાગે આ શખ્સને લગભગ 2.5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

તાઇવાનમાં ક્વોરોન્ટાઈન હેઠળ રહેતા લોકોને રૂમમાંથી બહાર નિકળવાની મંજૂરી આપવામાં આવતી નથી, ભલે તેઓને રૂમમાં ઘણા દિવસો સુધી રહેવાનું હોય, ઉલ્લેખનીય છે કે, ગાઉશુંગ શહેરમાં 56 ક્વોરેન્ટાઇન હોટલો છે, જેમાં ત્રણ હજાર ઓરડાઓ ક્વોરોન્ટાઈન માટે રાખવામાં આવ્યા છે.

2 કરોડ 30 લાખની વસ્તી વાળા તાઇવાનમાં હજી સુધી કોરોનાના ફક્ત 716 કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે માત્ર 7 લોકોના મોત થયા છે. તાઇવાનમાં અન્ય દેશોની જેમ લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું નથી.

સાહિન-