શિયાળામાં ત્વચા પર ગ્લો લાવે છે બીટમાંથી બનેલી આ હોમમેડ ક્રિમ,જાણો કઈ રીતે બનેછે
- બીટની ક્રિમ ચહેરા પર લાવે છે ગ્લો
- આ રીતે ઘરે જ તમે પણ બનાવી શકો છો
હાલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ફેસ માટે તમે કોમ્પેક્ટ પાવડર, કે પછી ક્રિમનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે આ બધી વસ્તુઓને ફેસ પર અપ્લાય કરવાથી સ્કિન ઉઘડતી દેખાય છે,સાથે જ ડ્રાય સ્કિનને કારણે સ્કિન ફાટી હોય તેમ જોવા મળે છે પરિણામે ચહેરા પર ગ્લોની જગ્યા તીરાડ પડતી હોય છે,જો કે બીટના ઉપયોગથી તમે શિયાળામાં લગાવાની ફેરનેસ ક્રિમ ઘરે જ બનાવી શકો છો, તો ચાલો જાણીએ આ ક્રિમ કઈ રીતે બને છે.
સામગ્રી
- અડઘુ – બીટ
- એક ચોથાઈ કપ – રોઝ વોટર
- 2 ચમચી – રોઝ એસેન્સ ઓઈલ
- 2 ચમચી – એલોવેરા જેલ
- 1 વિટામીન ઈની કેપ્સુલ
સૌ પ્રથમ બીટની છાલ કાઢીને તેને છીણીમાં જીણું છીણીલો અને એક બાઉલમાં આ છીણ લઈ લો,
હવે આ બાઉલમાં રોજ વોટર નાખીને 10 મિનિટ સુધી રહેવાદો, ત્યાર બાદ તેમાંથી પાણીને કાઢીલો આ પાણી બીજા એક બાઉલમાં લઈલો
હવે જે પાણી કાઢ્યું છે તેમાં રોઝ એસેન્જ ઓઈલ, એલોવેરા જેલ અને વિટામીન ઈ કેપ્સુલ એડ કરીને 5 મિનિટ સુધી ચમચી વડે મિક્સ કરતા રહો, જ્યા સુધી ક્રિમ ફોમમાં ન આવે ત્યા સુધી મિક્સ કરો હવે ક્રિમ બની જાય એટલે એક નાની કાચની બોટલમાં ભરીલો
હવે દરરોજ સવારે ફેસવોશ કરીને આ ક્રિમ ચહેરા પર અપ્લાય કરો આના બે ફાયદા છે એક તો આ વેસેલિનનું કામ કરે છે સ્કિનને સોફ્ટ રાખે છે અને બીજુ એ કે ત્વચા પર ગ્લો પણ લાગે છે, સ્કિન ગ્લો કરે છે અને સ્મૂથ બને છે.