દરેક સ્ત્રી વાળની સુંદરતા માટે ઘણા પ્રકારના શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરે છે.પરંતુ જરૂરી નથી કે મોંઘા શેમ્પૂ અને કન્ડિશનર તમારા વાળને સુરક્ષિત રાખે.તમે ઘરે બનાવેલા નેચરલી શેમ્પૂથી તમારા વાળને સ્વસ્થ અને મજબૂત બનાવી શકો છો.હર્બલ શેમ્પૂ ઘરે જ તૈયાર કરવાથી તમે ખરતા વાળ, ડેન્ડ્રફ, સ્પ્લિટ એન્ડ્સથી પણ છુટકારો મેળવશો.તો ચાલો જાણીએ કે તમે તેનો ઉપયોગ વાળમાં કેવી રીતે કરી શકો છો..
સામગ્રી
શિકાકાઈ – 2 ચમચી
રીઠા પાવડર – 2 ચમચી
લીમડાનો પાવડર – 1 ચમચી
આમળા પાવડર – 1 ચમચી
કેવી રીતે બનાવવું
સૌપ્રથમ એક કડાઈમાં એક ગ્લાસ પાણી નાખો.
આ પછી ગેસ પર પાણી ગરમ કરવા મૂકો.
પાણી ગરમ થાય એટલે તેમાં બધી સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
મિક્સ થયા બાદ મિશ્રણને ઉકળવા દો.મિશ્રણ ઉકળે એટલે તેને ઠંડુ થવા માટે રાખો.
ઠંડુ થયા બાદ તેને ગાળીને કાચની સ્વચ્છ બોટલમાં ભરી લો.
તમે તમારા ઘરે બનાવેલા શેમ્પૂનો ઉપયોગ વાળ પર કરી શકો છો.
આ શેમ્પૂમાં તમે અસેંશીએલ તેલ પણ ઉમેરી શકો છો.
ઉપયોગ કરવાની રીત
વાળ પર શેમ્પૂનો ઉપયોગ કરવા માટે સોથી પહેલા તમારા વાળ ભીના કરો.
ત્યારબાદ આ મિશ્રણને માથાની ચામડી પર લગાવો.હળવા હાથે વાળમાં માલિશ કરો.
માલિશ કર્યા પછી સાદા પાણીથી વાળ ધોઈ લો.
તેનાથી તમારા વાળ ચમકદાર અને સ્વચ્છ દેખાશે.
આ શેમ્પૂ સાબુ નહીં કરે પરંતુ તમારા વાળને સારી રીતે સાફ કરશે.
શેમ્પૂના ફાયદા
આમળા, રીઠા, શિકાકાઈ અને લીમડામાં એન્ટિસેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ ગુણો જોવા મળે છે. આ ગુણધર્મો તમારા માથા ઉપરની ચામડીના પીએચ સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.આ સિવાય આ શેમ્પૂથી તમારા વાળ સુંદર, ચમકદાર અને મજબૂત બને છે.આ સિવાય તે વાળ ખરવાની સમસ્યાને પણ દૂર કરે છે.જો તમારા વાળમાં ડ્રાયનેસ અને ડેન્ડ્રફ હોય તો તમે આ શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો.તે વાળને પોષણ આપવામાં પણ મદદ કરે છે.