Site icon Revoi.in

ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશનને જો મોબાઈલમાં ચાલુ રાખવી હોય તો આ જાણકારી આપવી પડશે

Social Share

ફેસબુકની માલિકી ધરાવતું ઈન્સ્ટાગ્રામ હવે નવો નિયમ લઈને આવી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામનો હવે તમામ લોકોએ ઉપયોગ કરવો હોય તો તેમાં જન્મ તારીખ નાખવી ફરજીયાત બની રહેશે. જે લોકો દ્વારા બર્થ ડેટની જાણકારી શેર કરવામાં નથી આવી તેમને એપના માધ્યમથી જન્મદિવસની જાણકારી આપવા માટે સંકેત આપવામાં આવશે. દર વખતે જ્યારે પણ તમે એપ ખોલશો ત્યારે તમને સંકેત આપવાનું શરૂ કરી દેશે.

આ પાછળું કારણ એ છે કે હવેથી ઇન્સ્ટાગ્રામ પોતાના યૂઝર્સને તેમની નક્કી કરેલી ઉંમર પ્રમાણે કન્ટેન્ટ બતાવવામાં મદદ મળશે.

આ બાબતે એક અધિકારીએ જણાવ્યું કે અમે એ સ્પષ્ટ કરી દીધુ છે કે અમે પોતાના પ્લેટફોર્મને સુરક્ષિત બનાવવા માંગીએ છીએ. અમે યુવાનોને એક સારો અનુભવ આપવા માંગીએ છીએ જેના માટે અમને ઇન્સ્ટાગ્રામ પર હાજર તમામ યૂઝર્સની બર્થ જાણકારી જોઇશે. તેવામાં હવે અમે તેમની પાસે આ વિશેની જાણકારી લેવાનું શરૂ કરી દીધુ છે.

આગળ ઉમેરતા તેમણે જણાવ્યું કે આની શરૂઆત અમે કેટલાક વર્ષો પહેલા જ કરી દીધી હતી. અમારી પાસે મોટાભાગના લોકોના જન્મની માહિતી છે. તેવામાં વધુ ક્લિયર પિક્ચર મેળવવા માટે અમે તેમાં કેટલાક બદલાવ કરવા જઇ રહ્યા છીએ. આ બદલાવ એ જ લોકો માટે છે જેમણે પોતાની બર્થ ડેટની જાણકારી અમને નથી આપી.