દિલ્હી- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા ખુબજ ખાસ હોય છે પીએમ મોદી જ્યાં પણ જાઈ છે ત્યાં તેમના સાથે તેમની સુરક્ષાનો કાફલો હોય છે હવે પીએમ મોદીની સુરક્ષાની જવાબદારી અલીગઢના IPS અધિકારીને સોંપવામાં આવી છે .
જાણકારી પ્રમાણે વરિષ્ઠ ભારતીય પોલીસ સેવાઅધિકારી આલોક શર્માને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 1991 બેચના IPS અધિકારી આલોક શર્મા હાલમાં SPGમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે સેવા આપી રહ્યા છે.
હવે એસપીજીના ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા બાદ આલોક શર્માને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી પણ મળી છે, કારણ કે વડાપ્રધાનને સુરક્ષા આપવાની જવાબદારી એસપીજી પાસે છે.
ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ અથવા એસપીજી એ ભારતની સૌથી મહત્વપૂર્ણ ગણતરીના દળોમાંની એક છે. દેશના વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારજનોની સુરક્ષાની જવાબદારી SPGની છે. આ વખતે અનુભવી IPS આલોક શર્માને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.