Site icon Revoi.in

આ IPS અધિકારી પીએમ મોદીને સુરક્ષાની સંભાળશે જવાબદારી , જાણો આલોક શર્મા વિશે

Social Share

દિલ્હી-  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા  ખુબજ ખાસ હોય છે પીએમ મોદી જ્યાં  પણ જાઈ છે ત્યાં તેમના સાથે તેમની સુરક્ષાનો કાફલો હોય છે હવે પીએમ મોદીની સુરક્ષાની જવાબદારી અલીગઢના IPS અધિકારીને સોંપવામાં આવી છે .

જાણકારી પ્રમાણે વરિષ્ઠ ભારતીય પોલીસ સેવાઅધિકારી આલોક શર્માને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 1991 બેચના IPS અધિકારી આલોક શર્મા હાલમાં SPGમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે સેવા આપી રહ્યા છે.

6 સપ્ટેમ્બરે SPG ચીફ અરુણ કુમાર સિન્હાના નિધન બાદ આ પદ ખાલી હતું. અરુણ સિંહા 1987 બેચના કેરળ કેડરના IPS અધિકારી હતા જેનું 61 વર્ષની વયે અવસાન થયું હતું. સિન્હા SPG ના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડા હતા. તેમની જગ્યાએ આલોક શર્મા એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે ફોર્સની દેખરેખ કરી રહ્યા છે

હવે એસપીજીના ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા બાદ આલોક શર્માને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી પણ મળી છે, કારણ કે વડાપ્રધાનને સુરક્ષા આપવાની જવાબદારી એસપીજી પાસે છે.

ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ અથવા એસપીજી એ ભારતની સૌથી મહત્વપૂર્ણ ગણતરીના  દળોમાંની એક છે. દેશના વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારજનોની સુરક્ષાની જવાબદારી SPGની છે. આ વખતે અનુભવી IPS આલોક શર્માને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારના આદેશ અનુસાર, કેબિનેટની નિમણૂક સમિતિએ આલોક શર્માની એસપીજી ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપી છે, જે પછીના આદેશો સુધી પદનો ચાર્જ સંભાળવાની તારીખથી પ્રભાવિત છે. જોકે, શુક્રવારે જારી કરાયેલા આદેશમાં આલોક શર્માની નવી સોંપણીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો ન હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ આગામી આદેશ સુધી આ પદ પર તેઓનો કાર્યકાળ ચાલુ રહશે.