Site icon Revoi.in

વિશ્વનો આ એક એવો દેશ કે જ્યા માનવીની વસ્તી કરતા વધુ ઘેંટાની વસ્તી જોવા મળે છે,જાણો આ દેશ વિશે

Social Share

આ એક એવો દેશ જ્યાં માનવી કરતા ઘેંટા વધુ
ન્યુઝિલેન્ડમાં ઘેંટાની સંખ્યા ઈન્સાન કરતા બમણી

વિશ્વઘણી અજાયબીઓથી ભરેલું છે, અવનવી વાતો અવનવી ઘટનાઓ અવનવી જગ્યાઓ જોવા મળે છે.ત્યારે આજે એક એવા દેશ વિશે વાત કરીશું છે માનવીની સંખ્યા ખૂબ જ ઓછી છે જો કે તેની તુલનામાં ઘેંટાની સંખ્યા ખૂબ વધુ છે એટલે કે આ દેશમાં માણસ કરતા ઘેંટા જ વધારે જોઈ શકાય છે.

આપણે સૌ કોઈએ ન્યુઝીલેન્ડનું નામ તો સાંભળ્યું જ હશે, બસ ા વાત છે આ જ દેશની.ન્યુઝીલેન્ડની ગણતરી સૌથી સુંદર દેશોમાં થાય છે. પ્રાકૃતિક દ્રશ્યો અને જંગલોની વાત કરીએ તો આ દેશ ખૂબ જ હરિયાળો છે.અહી સ્વર્ગ છે એમ કહેવામાં આવે છે વિશ્વભરના લોકો અહીની મુલાકાતે આવે છએ.

જો કે આ એક એવો દેશ છે, જ્યાં કોઈ પણ કામ શરૂ કરવું હોય તો તમારે વધારે પડતા ડોક્યુમેન્ટ્સ સબમિટ કે પેપરવર્ક કરવાની જરૂર હોતી નથી. આટલી વિશેષતાઓ હોવા છતાં પણ તમને જાણીને નવાઈ લાગશે કે અહીં વસ્તી ઘણી ઓછી છે.

ન્યુઝીલેન્ડ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં માણસોની વસ્તી ઘેટાં કરતાં પણ ઓછી છે. દેશમાં રહેતા લોકોની કુલ સંખ્યા 48 લાખની આસપાસ જ જોવા મળે છે.

જ્યારે આ દેશમાં ઘેટાંની વસ્તી પણ ઓછી નથી. ન્યુઝીલેન્ડમાં વ્યક્તિ દીઠ સરેરાશ 5 ઘેટાં છે. અગાઉ આ સંખ્યા 8-10 ઘેટાં/વ્યક્તિ હતી, જે હવે ઘટીને 5 ઘેટાં પર આવી ગઈ છે. ઘેટાંની વધુ પ્રમાણમાં સંખ્યાના કારણે, આ દેશમાં દરેક વ્યક્તિ માટે 100 કિલો માખણ અને 65 કિલો ચીઝનું ઉત્પાદન થાય છે