આ છે વિશ્વનું એક અજીબ ગામ, જ્યાં લોકો રસ્તા પર ચાલતા-ચાલતા પણ સુઈ જાય છે
- રસ્તા પર ચાલતા ચાલતા અહીં લોકો સુઈ જાય છે
- આ છે એવું ગામ જ્યા વૈજ્ઞાનિકો પણ છે હેરાન
સામાન્ય રીતે આપણે અનેક અવનવી વસ્તુઓ સાંભળી હશે,કોઈ અજીબો ગરીબ વાત પણ જાણી હશે, ત્યારે આજે પણ એક એવાજ ગામ વિશેની વાત કરવા જઈ રહ્યા છે.જેની એક વાતછી તમે ચોક્કસ આશ્ચર્ય પામષો, તો ચાલો જાણીએ શું છે આ ગામની શાકિયત કે જેને લઈને સો કોઈ આષ્ચર્ય પામી રહ્યા છે.
એક ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં લોકો ગમે ત્યારે સૂઈ જાય છે. અહીં રહેતા લોકો ઘણા મહિનાઓ સુધી સૂતા રહે છે. આ વાત સાંભળવામાં અજીબ લાગશે પરંતુ આ બિલકુલ સત્ય છે.
આ વિચિત્ર ગામનું નામ છે કલાચી. આ ગામ કઝાકિસ્તાનમાં આવેલું છે. આ ગામના લોકો ઘણા મહિનાઓ સુધી સૂતા રહે છે. આ કારણે આ ગામને સ્લીપી હોલો વિલેજ પણ કહેવામાં આવે છે. અહીં લોકો ઘણીવાર સૂતા જોવા મળતા હતા. આ કારણથી આ લોકો પર ઘણા સંશોધનો પણ કરવામાં આવ્યા છે.
આ ગામમાં અચાનક સુવાની પહેલી ઘટના વર્ષ 2010માં સામે આવી હતી. કેટલાક બાળકો અચાનક શાળામાં પડી ગયા અને ઊંઘવા લાગ્યા. ધીરે ધીરે તે આખા ગામમાં રોગની જેમ ફેલાઈ ગયું. ત્યારથી, ઘણા વૈજ્ઞાનિકોએ અહીં સંશોધન કરવાનું શરૂ કર્યું. પરંતુ તમામ પ્રયાસો છતાં વૈજ્ઞાનિકો આ રહસ્યને સંપૂર્ણ રીતે ઉકેલી શક્યા નથી. ડેઈલી મેલના એક રિપોર્ટ અનુસાર, આ બીમારી વર્ષ 2015માં અચાનક જ ખતમ થઈ ગઈ હતી.
કલાંચી ગામમાં એવું માનવામાં આવે છે કે લોકોની અચાનક ઉંઘ આવવાથી યુરેનિયમનો ઝેરી ગેસ નીકળે છે. આ કારણે અહીંના લોકોમાં ઊંઘની અનોખી સમસ્યા જોવા મળે છે.