આપણે ઘણી અજીબ વાતો સાંભળી હશે અને જોઈ પણ હશે આજે વાત કરીશું સાંપ વિશે, સાંપ એવો જીવ છે કે જેને દૂરથી જોતા જ ભલભલા ભાગવા લાગે છે, તેને જોઈને એક પ્રકારનો ડર તો એક પ્રકારની ચીડ આવે છે,જો કે આપણા દેશમાં એક એવું ગામ છે જ્યાં સાપનું લોકો દિલ ખોલીને સ્વાગત કરે છે અહી લોકો સાપથી ડરતા નથી પરંતુ પાતનું જીવન સાપ સાથે જીવી રહ્યા છે,તો ચાલો જાણીએ આ ગામ વિશે અને શા માટે તે લોકો સાપ સાથે રહે છે તેના કારણ વિશે.
મહારાષ્ટ્રમાં એક અનોખું ગામ છે જ્યાં લોકો સાપ સાથે રહે છે. આ સાથે લોકો સાપની પૂજા પણ કરે છે અને તેમને પોતાના ઘરમાં રહેવા પણ દે છે. આ ગામ મહારાષ્ટ્રના પુણેથી લગભગ 200 કિલોમીટર દૂર શોલાપુર જિલ્લામાં આવેલું છે, જેનું નામ શેતપાલ છે.
શેતપાલ ગામમાં લગભગ 2600 લોકો રહે છે અને સાપ કોઈને નુકસાન કરતા નથી. અહીં લોકો કોબ્રાને તેમના ઘરમાં પ્રવેશવા દે છે. ગામના લોકો ન તો સાપથી ડરતા હોય છે અને ન તો સાપ કોઈને નુકસાન પહોંચાડે છે. અહીં લોકો કોબ્રાની પૂજા કરે છે.
મહારાષ્ટ્રના શેતપાલ ગામમાં લોકો સાપનું ખુલ્લેઆમ સ્વાગત કરે છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે લોકો ઝેરીલા સાપ કોબ્રા સિવાય અન્ય કોઈ સાપને જીવવા દેતા નથી. આ ગામમાં સાપની અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી. હવે તમે કદાચ આ વાત પર વિશ્વાસ નહીં કરો, પરંતુ આ બિલકુલ સાચું છે. આ ગામમાં કોબ્રા ફરે છે, પણ કોઈ કશું તેને કરતું પણ ન નથી.
જો કે સૌથી ચોંકાવનારી વાત એ છે કે અત્યાર સુધી અહીં સાપ કરડવાનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી. અહીં સાપ શાળાના વર્ગખંડોમાં તેમજ ઘરોમાં ઘુસી જાય છે અને બાળકો પણ આ સાપથી ડરતા નથી. અહીં બાળકો સાપની વચ્ચે ઉછરે છે અને મોટા થાય છે તેઓ સાપ સાથે રમતા પણ જોવા મળે છે.
જો આ ગામમાં લોકો નવું ઘર બનાવે છે, તો તેઓ સાપ માટે નાની જગ્યા પણ બનાવે છે. આ સ્થળનું નામ દેવસ્થાનમ છે. સાપ આ ખૂણામાં એટલે કે જગ્યા પર બેસે છે. સાપ સાથે રહેવાની પરંપરા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ તે કોઈને ખબર નથી. પરંતુ સાપ લોકોના જીવનનો એક ભાગ બની ગયા છે.અહીં સાપનું રહેવું લોકો શુભ માને છે જેથી તેઓ સાપને આવકારે છે અને ઘરમાં રહેવા દે છે.,તેઓ સાપને નુલશાન પહોંચાડતા નથી અને સાપ પણ અહી કોઈને નુકશાન નથી કરતો.