Site icon Revoi.in

આ છે એવું જંતુ જેનું માથું કાપી નાખ્યા બાદ પણ તે 9 દિવસો સુધી જીવિત રહે છે,જાણો રસપ્રદ વાત

Social Share

આપણે અવનવા જંતુઓ વિશે અવનવી વાતો સાંભળી હશે ત્યારે આજે કંઈક આવી જ વાતો જાણીશું એક જંતુ વિશે જે સામાન્ય ઘરોમાં જોવા મળી આવે છથે જેનું નામ છે કોકરોચ, જી હા કોકરચ વિશેની કેટલીક એવી વાતો છે જે જાણીને તમને ચોક્કસ નવાઈ તો લાગશે જ

મહ્તવની વાત એ છે કે કોકરોચ તેના નાક દ્વારા શ્વાસ લેતા નથી. તેના બદલે, તેમના શરીરમાં ઘણા નાના છિદ્રો છે. આ છિદ્રોની મદદથી, તે શ્વાસ લે છે અને તેના કારણે તે શિરચ્છેદ કર્યા પછી પણ 9 દિવસ સુધી જીવી શકે છે.જી હા જો કોકચરનું માથું તમે કાપી નાખો ત્યાર બાદ પણ તે 9 દિવસ સુધી જીવિત રહે છે.

હવે તમે વિચારી રહ્યા હશો કે જો તે નાક દ્વારા શ્વાસ નથી લેતો તો તે 9 દિવસ પછી કેમ મરી જાય છે? તેનો જવાબ ભૂખ છે. માહિતીપ્રમાણે, એક કોકરોચ વધુમાં વધુ એક અઠવાડિયા સુધી તરસ્યો જીવી શકે છે અને ચાર અઠવાડિયા સુધી ભૂખ્યો રહી શકે છે, તેથી જ્યારે કોકરોચનું જો માથપં કાપી નાખવામાં આવે છે, ત્યારે તે 8 કે 9 દિવસ સુધી જીવે છે અને ત્યારબાદ તે તરસને કારણે મૃત્યુ પામે છે.

કોકરચ એવું જંતુ છે કે કચરાથી લઈને પુસ્તકો, ફળો, મીઠાઈઓ, ખોરાક ખૂબ જ આરામથી ખાઈ શકે છે. બીજી તરફ, જો આપણે તેનાથી ફેલાતા રોગોની વાત કરીએ, તો તેના કારણે ફૂડ પોઇઝનિંગ ખૂબ સામાન્ય છે, પરંતુ આ સિવાય તે ટાઇફોઇડનું કારણ પણ બની શકે છે. તેની સાથે તમને એલર્જી, ફોલ્લીઓ, આંખોમાં પાણી આવવું, વંદોના મોંમાંથી નીકળતી લાળને કારણે વારંવાર છીંક આવવી જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.