- સદનસીબે મોટી દૂર્ઘટના ટળી
- બસે બે વાહનોને મારી ટક્કર
- બસ મુકી ડ્રાઈવર કુદરતી હાજરે ગયો હતો
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં એસટી કર્મચારીઓની બેદરકારીની ઘટના સામે આવી હતી. મેઘરજ એસટી ડેપોમાં બસ ઉભી રાખીને ડ્રાઈવર કુદરતી હાજતે ગયો હતો. ત્યારે જ એક યુવાને બસમાં ચડીને બસ હંકારી મુકી હતી. એટલું જ નહીં માર્ગમાં તેણે બે વાહનોને પણ અડફેટે લીધા હતા. જો કે, એસટી બસનો પીછો કરીને અટકાવવામાં આવી હતી. તેમજ બસ લઈને ફરાર થઈ જવાન યુવાન માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે. એસટીના કર્મચારીઓની બેદરકારીને કારણે જ આ ઘટના બની હોવાનું લોકો માની રહ્યાં છે.
પ્રાથમિક માહિતી અનુસાર મેઘરજ એસટી ડેપોમાં પડેલી બસનો ચાલક કુદરતી હાજતે ગયો હતો ત્યારે અચાનક એક વ્યક્તિ ડ્રાઈવરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો હતો. તેમજ બસને ફરાર થઈ ગયો હતો. ત્યારે સવાર એવા થાય છે કે, શું કોઈએ યુવાનને બસમાં ચડતા જોયો ન હતો. શું સરળતાથી એસટી બસ ચાલુ કરીને ડેપોમાંથી લઈ જાયને કોઈને ખબર ના પડે તેવા અનેક સવાલો ઉભા થયાં છે. ડેપોમાંથી બસ લઈને ફરાર થયેલા યુવાને પૂરઝડપે પસ હંકારીને બે વાહનોને પણ અડફેટે લીધા હતા. જો કે, કોઈ મોટી જાનહાની થઈ ન હતી. પરંતુ આ ઘટનાને પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોય તો તેની જવાબદારી કોની રહેતી.