Site icon Revoi.in

આ રીતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની મુનમુન દત્તાને મળ્યો ‘બબીતા જીનો રોલ’

Social Share

મોટાભાગના લોકોને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલ નીહાળવી ગમે છે. બાળકો અને વડીલો વચ્ચે સૌથી વધુ આ શો જોવાતો હોવાનું મનાય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા જી અને જેઠા લાલની ભૂમિકા લોકોને સૌથી વધુ પસંદ છે. પરંતુ શું તમે જાણો છો કે બબીતા જીના નામથી દરેક ઘરમાં ફેમસ થયેલી મુનમુન દત્તાને આ રોલ કેવી રીતે મળ્યો.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા જી તરીકે પ્રખ્યાત થયેલી મુનમુન દત્તા આજે કોઈ પરિચયની જરૂર નથી. જો અહેવાલોનું માનીએ તો, તારક મહેતામાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશીએ મુનમુનને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માટે ઓડિશન આપવા માટે કહ્યું હતું. દિલીપ જોશીની સલાહને અનુસરીને, મુનમુન દત્તાએ ઓડિશન આપ્યું અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાનો રોલ મળ્યો.

મુનમુન દત્તા બંગાળી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના બાળપણના દિવસોમાં, તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન પર ગાયન અને અભિનયનું કામ કર્યું હતું. મુનમુન દત્તાએ વર્ષ 2004માં ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પહેલા મુનમુન દત્તાએ ‘હમ સબ બારાતી’ સિરિયલમાં કામ કર્યું હતું. પરંતુ મુનમુનને તેની વાસ્તવિક ઓળખ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતા જીના પાત્રથી મળી હતી. આજે પણ દર્શકો બબીતાજીને ખૂબ મિસ કરે છે.