- ગળ્યુ ખાવાનું બંધ કરો
- અનેક સમસ્યા થવાની સંભાવના
- ડાયાબિટીસ પણ થઈ શકે છે
આપણા દેશમાં કોઈપણ પ્રસંગ હોય, ત્યાં ગળ્યું તો જોવા મળે જ. અને આપણા દેશમાં ગળ્યું ખાવાનું તો મોટાભાગના લોકોને ગમતું જ હોય છે. આવામાં કેટલાક લોકો એવા પણ હશે કે જેમને ગળ્યું ખાવું ન હોય પણ મન થાય પછી તે રહી શકતા નથી અને તેઓ ગળ્યું ખાઈ લેતા હોય છે. તો હવે તે લોકો પોતાને ગળ્યું ખાતા રોકી શકે તેવી ટ્રીક પણ જાણકારોએ જણાવી છે.
ગળ્યુ ખાવાનું મન થાય ત્યારે પાણી પીવું શ્રેષ્ઠ છે. તેના કારણે તે સમય પુરતુ પેટ ભરાઈ જશે અને ગળ્યુ ખાવાની ઇચ્છા થશે નહીં. કદાચ પાણી પીધા પછી પણ મીઠાઈ ખાશો તો લાગશે કે વધુ ખવાઇ રહયુ છે અને ધીમે ધીમે મન ગળ્યુ ખાવાથી દૂર થવા લાગશે.
ઘણા લોકોને ડાયટિંગ દરમિયાન માત્ર ફળો જ ખાવાનું પસંદ હોય છે, પરંતુ આમ કરવાથી તેમને ભૂખ લાગે છે. ઘણી વખત ભૂખ પર કંટ્રોલ નથી રહેતો અને ગળ્યુ ખાઇ લેવાય છે, આવી સ્થિતિમાં ડ્રાયફ્રુટ્સ ખાવા જોઈએ. જેના કારણે પેટ ભરેલું રહે છે અને ગળ્યુ ખાવાની લાલસા રહેતી નથી.
આ ઉપરાંત તજજ્ઞોના મતે જો ઉંઘ યોગ્ય રીતે ન આવે તેવી સ્થિતિમાં પણ શરીર શુગરની માગ કરવા લાગે છે. શરીરમાં ઉર્જા જાળવી રાખવા મીઠાઈની માગ ઉભી થાય છે. એટલા માટે આખા દિવસમાં 6 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. પૂરતી ઊંઘ લેવાથી શરીર માટે અન્ય ઘણા ફાયદાઓ થાય છે અને પુરતી ઊંઘ ત્વચા માટે પણ શ્રેષ્ઠ છે.