Site icon Revoi.in

ગરમીના કારણે શરીરમાં આવતી ખંજવાળને આ રીતે કરો દૂર- ઘરેલું ઈલાજથી મળશે રાહત

Social Share

સામાન્ય રીતે ચોમાસાની ઋતુ શરુ થવાની હોય અને તેમાં પણ જો વરસાદના એક બે ઝાપટા આવી ગયા હોય અને પછી જે ઉકળાટ થતો હોય ત્યારે અનેક લોકોને શરીરમાં ખંજવાળની ફરીયાદ રહેતી હોય છે,વાતાવરણ બદલવાના કારણે અને અસહ્ય ઉકળાટના કારણે શરીરમાં ખૂબ જ ખજવાળા ઉપળતી હોય છે,ત્યારે આ સમસ્યાઓને તમે ઘરમાં રહીને જ દૂર કરી શકો છો, આ માટે અમે તમને કેટલાક ઘરેલું નુસ્ખાઓ જણાવીશું. જેનો પ્રયોગ કરશો ચો ચોક્કસ તમને ખંજવાળની સમસ્યામાંથી રાહત મળશે.

જાણો ખૂજલી આવતી હોય ત્યારે શું કરવું

લીમડો-

કડવો લીમડો ઔષઘિગુણોથી ભરપુરહોય છે જે આપણે સૌ જાણીએ છીએ, અનેક બિમારીમાં લીમડો ફાયદાકારક છે, જ્યારે શરીમામં ચાઠા પડ્યા હોય કે ખંજવાળ આવતી હોય ત્યારે પાણીમાં લીમડાના પાન નાખીને ઉકાળી લેવા ત્યાર બાદ આ પાણી ઠંડૂ પડે એટલે તેનાથી સ્નાન કરવું, આમ કરવાથી શરીરની ખંજવાળ ચોક્કસ દૂર થઈ જશે, અને ઠંડક મળશે.

આ સહીત લીમડાના પાનની પેસ્ટ બનાવીને તમે ખંજવાળ વાળી જગ્યાએ લગાવી શકો છો, તેનાથી પણ તમને રાહત થશે,લીમડામાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે.

લીમડાના મૂળને પાણીમાં પલાળીને 4 5 કલાક રાખી તે પાણીથી સ્નાનકરવાથી ખંજવાળ મટે છે.

મધનો ઉપયોગ –

નિષ્ણાતોના કહેવા પ્રમાણે મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, તેથી તે ત્વચાની વિવિધ રોગોની સારવારમાં ઉપયોગી સાબિત થાય છે. જો મધને ખંજવાળવાળી જગ્યા પર લાગુ કરવામાં આવે છે, તો પછી તેની મદદથી આ સમસ્યાને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

એલોવિરાનો કરો ઉપયોગ-

એલોવેરાને ત્વતા સંબધિ બિમારીમાં અસરકારક માનવામાં આવે છે, તેના ઘણા ગુણધર્મો છે, જે ઘણી રોગોમાં ફાયદાકારક છે. નિષ્ણાતો કહે છે કે એલોવેરા જેલ ખંજવાળ માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં હાજર એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો શુષ્કતા અને ચેપવાળી ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સફરજનનો સરકો (વિનેગર)નો ઉપયોગ-

સફરજનનો સરકો ત્વચા સંબંધિત બિમારીઓની સારવાર માટે અસરકારક ઘરેલું ઉપાય છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ખંજવાળને દૂર કરવામાં તે મદદરૂપ થઈ શકે છે. જો કે તેના ઉપયોગ દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે, નહીં તો તેમાં હાજર એસિડ્સ ત્વચાની પેશીઓને નુકસાન પહોંચાડી શકે છે.

કાકડીના રસનો ઉપયોગ-

જ્યારે પણ શરીરમાં ખંજવાળ આવતી હોય ત્યારે તે ભાગમાં કાકડીનો ઠંડો રસ લગાવીને રહેવા દેવું જેનાથઈ તમને ખંજવાળમાં ચોક્કસ રાહત મળશે.