સવારે અચાનક ઘટેલા બ્લડ શુગરને આ રીતે ઓળખો, જોણો પહેલા શું કરવું?
ડાયાબિટીસ એક એવી બીમારી છે. જેમાં તમારે મેનેજ કરવાની જરૂર છે. ખરેખર ડાયાબિટીસના દર્દીઓને શુગર લેવલ બધવાથી દવા લેતા હોય છે. પણ ઘણી વાર શુગર લેવલ ઓછું પણ થઈ શકે છે. એવામાં એક્સપર્ટનું કહેવું છે કે હોઈ બ્લડ શુગર લેવલની તુલના લો બ્લડ શુગર સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણીવાર દર્દીઓને સવારે આ સમસ્યા થઈ શકે છે. તમને જણાવીએ કે લો બ્લડ શુગરને કારણે શરીરમાં કેવા બદલાવ દેખાય છે. તેનાથી નિપટવા શું કરવુ જોઈએ.
શુગર લેવલ ઓછુ થવા પર શરીરમાં કેવા બદલાવ દેખાય છે?
• ઝડપી ઘબકારા
વધેલા ધબકારા શુગર લેવલ ઓછુ થવાનું નિશાન હોઈ શકે છે. તે બ્લડને વધારે ઝડપથી પંપ કરી ગ્લૂકોઝની ભરપાઈ કરવાની કોશિશ કરે છે.
• કંપન
લો બ્લડ શુગર થવા પર શરીરની તનાવ પ્રતિક્રિયાના કારણે ધ્રુજારી થઈ શકે છે.
• પરસેવો
વધુ પરસેવો આવવો લો બ્લડ શુગરનું લક્ષણ હોઈ શકે છે.
• ગભરાહટ કે બેચેની
લો બ્લડ શુગર શરીરની તનાવ પ્રતિક્રિયાના કારણે ગભરાહટ કે ચિંતાની ભાવના પૈદા કરી શકે છે.
• માથાનો દુખાવો
લો બ્લડ શુગરના કારણે રક્તવાહિનીઓ અને મગજની કાર્ય પ્રણાલી પર પ્રભાવ પડવાથી મગજનો દુખાવો થઈ શકે છે.
બ્લડ શુગર લેવલ ઓછું થવા પર શું કરવાનું?
તમારું બ્લડ શુગર લેવલ સવારે ઓછુ થઈ ગયું હોય તો 15-15 નિયમનું પાલન કરો. તેને અપનાવવા માટે, 15 ગ્રામ ફાસ્ટ એક્ટિંગ કાર્બોહાઇડ્રેટ્સ જેવા કે ગ્લુકોઝની ગોળીઓ, બિસ્કિટ, ફળોનો રસ અથવા લીંબુ પાણી પીવો અને પછી 15 મિનિટ રાહ જુઓ. પછી બ્લડ સુગર લેવલ ફરીથી ચેક કરો. જો સ્તર હજી પણ ઓછું હોય, તો બ્લડ શુગર સ્થિર થાય ત્યાં સુધી આ કરતા રહો.