શું તમે પણ વધેલી દાળને ફેકી દો છો? તો ઊભા રહો.. બચેલી દાળને ફેકશો નહીં પરંતુ તેનાથી બનાવો આ ખાસ ડીશ.. ઘણા લોકો રાત્રે વધેલી દાળને ફેકી દે છે એનાથી સામાન ખરાબ થાય છે અને તમારું મન પણ દુભાય છે. તમે પણ તમારી વધેલી દાળને ફેકવાના બદલે બનાવો આ ચટાકેદાર વાનગી.
દાળથી પરાઠા બનાવવા માટેની સામગ્રી:
૧ કપ બચેલી દાળ, ૧ કપ ઘઉનો લોટ, ૧/૪ ચમચી ગરમ મસાલા, ૧/૨ નાની ચમચી અજમો, ૧/૪ નાની ચમચી હિંગ, ૧ નાની ચમચી મરચું , ૧ નાની ચમચી ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું, તેલ અથવા ઘી. તમે આ બધી વસ્તુનો ઉપયોગ કરી બનાવી શકો છો આ ટેસ્ટી પરોઠા..
દાળથી પરાઠા બનાવવાની રીત:
દાળથી પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ રાતની બચેલી દાળને બરોબર મિક્સ કરી લો, જેથી કોઈ દાણા ના રહી જાય. એના પછી તમે મોટા વાસણમાં ઘઉનો લોટ લઈને તેમ થોડો અજમો, હિંગ, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખી બરાબર હલાવો. અને આ મિશ્રણમાં બચેલી દાળ ઉમેરો અને થોડું થોડું પાણી ઉમેરો.
આ મિશ્રણનો કાઠો લોટ બાંધો જ્યારે લોટ સરખી રીતે બંધાઈ જાય ત્યારે લોટની નાની નાની ગુલ્લીઓ કરો અને તેમા થોડુ તેલ લગાઓ. અને આ ગુલ્લીઓને વણી તેને પરાઠાનો આકાર આપો. હવે એક બાજુ તાવડી ગરમ કરવા મૂકો. તાવડી ગરમ થઈ જાય તો વણેલા પરાઠાને સરખી રીતે સેકીને ડીશમાં મૂકો. આ પરાઠાને ચા અથવા તો ચટણી સાથે સર્વ કરો. નાસ્તામાં ખૂબ ભાવશે.