- વાળ-ત્વચા માટે ખસખસ ઉપયોગી
- આ રીતે કરો તેનો ઉપયોગ
- સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક
આજકાલ લાઈફસ્ટાઈલ જ કંઈક એવી છે કે દરેક બીજી વ્યક્તિને કોઈને કોઈ બીમારીનો સામનો કરવો પડે છે. આવામાં જો કોઈ એવી વસ્તુ તમારા ડાયેટમાં સામેલ કરી લેવામાં આવે જેનાથી અનેક બીમારીઓ પહેલા જ સુરક્ષા થઈ જાય. તેથી પલાળેલી ખસખસ ખાવાથી આરોગ્યને અનેક પ્રકારના ફાયદા થાય છે
ખસખસમાંથી ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાં ઓમેગા-6 ફેટી એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આ સિવાય તે ડાયટરી ફાયબરનો બેસ્ટ સોર્સ છે. તેમાં સારી માત્રામાં મિનરલ્સ જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન મળી રહે છે.
આર્યુર્વેદમાં પણ સુંદરતા વધારવા માટે ખસખસને ફાયદાકારક જણાવવામાં આવી છે.ત્વચા માટે ખસખસનો ઉપયોગ સ્ક્રબિંગ તરીકે કરી શકાય છે. આ માટે ખસખસમાં દહીં ભેળવીને ચહેરા પર લગાવી શકાય છે. 10 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.
મોઇશ્ચરાઇઝર તરીકે ખસખસનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે ખસખસના બીજમાં દૂધને મિક્ષ કરીને ગ્રાઇન્ડ કરી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી ચહેરો ધોઈ લો.
ખસખસનાં બીજમાં વિટામિન ઇ હોય છે. વાળ ખરવાની સમસ્યા ઓછી કરવામાં મદદ કરે છે. આ માટે તમે ખસખસને પાણીમાં પલાળીને માથામાં લગાવી શકો છો.
ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવા માટે તમે ખસખસનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે નાળિયેર તેલમાં ખસખસ નાખીને સ્કેલ્પ ઉપર લગાવી શકો છો.
વાળને વધારવા માટે ખસખસનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે ખસખસ, ડુંગળીની પેસ્ટ અને નાળિયેરના દૂધની પેસ્ટ બનાવીને તેને માથા પર લગાવી શકો છો. અડધો કલાક વાળ પર લગાવ્યા પછી તેને ધોઈ લો.