આ રીતે ઘરે જ બનાવી શકાય છે ટેસ્ટી ફિલ્ટર કોફી…
દેશમાં છેલ્લા કેટવાક વર્ષોમાં ચારની સાથે કોફીનું ચલણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. તેમજ મોટી સંખ્યામાં લોકો ફિલ્ટર કોફીને પસંદ કરે છે. એટલું જ નહીં કાફેમાં ફિલ્ટર કોફી પીવા માટે મોટી રકમ પણ ચુકવે છે, પરંતુ તમે કાફેમાં મળતી ફિલ્ટર કોફી ઘરે જ બનાવી શકો છો.
સમગ્ર વિશ્વમાં કોફી પીનારાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. કોફી બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને ખૂબ જ પસંદ છે. ફૂડ એન્ડ ટ્રાવેલ ગાઈડ પ્લેટફોર્મ એટલાસ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં ભારતની ફિલ્ટર કોફીએ વિશ્વમાં બીજું સ્થાન મેળવ્યું છે. દક્ષિણ ભારતની આ સ્વાદિષ્ટ કોફીએ વિશ્વમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. તમે તેને કોફી મેકરમાં પીસીને ઘરે સરળતાથી બનાવી શકો છો. બાદમાં તેમાં ઉકાળેલું દૂધ પણ ઉમેરી શકાય છે. તમે કોફી મેકરમાં કોફી બીન્સને સરળતાથી પીસી શકો છો, તેને ગરમ દૂધ સાથે મિક્સ કરી શકો છો અને સ્વાદ મુજબ ખાંડ ઉમેરી શકો છો.