દરેક શાકભાજી સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે, તેમાં જૂદા જૂદા પોષક તત્વો સમાયેલા હોવાથી તે ક્યાંકને ક્યાંક આરોગ્યને ફાયદો કરે છે, ખાસ કરીને જે રીતે લીલા પાન વાળા શાકભાજીના ઘણા ફાયદાઓ હોય છે એજ રીતે કંદમૂળ પણ આરોગ્યને ઘણી રીતે લાભ કરે છે, તેના સેવનથી અનેક રોગો અને સમસ્યાઓમાં રાહત મળે છે, આજ રીતે સુરણ પણ ેક એવું કંદમૂળ છે કે જેના સેવનથી આરોગ્યને ખૂબ લાભ થાય છે, તો ચાલો જાણીએ સુરણ ખાવાથઈ થતા ફાયદાઓ
સુરણ ખાવાથી થતા ફાયદાઓ
સુરણનું શાક જમવામાં રુચી ઉત્પન્ન કરનારા ગણાય છે. ન ભાવતા શાક હોય ત્યારે સુરણ બનાવી લેવું જેનાથી ખાવામામ રસ પડે છે.આ સાથે જ જો સુરણને ઘીમાં તળીને અથવા છાશમાં બાફીને ખાવામાં આવે તો તે હરસ-મસા માટે કારગાર સાબિત થાય છે, આ માટે તમે સુરણને સુકવીને તેનો પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો.
સુરણ ખાવાથી પેટની ચરબી ઓગળવામાં મોટી મદદ મળી રહે છે,જે લોકોનું શરીર ચરબી ધરાવતું હોય તેમણે સુરણનું સેવન કરવું જોઈએસુરણનું બનાવેલું સૂર્ણ એક ચમચી લઈને દહીંમાં મેળવીને ગળી જવાથી ઉદરરોગ, અર્શ-પાઈલ્સ જેવા રોગો મટે છે.
સુરણ ખાવામાં સરળતાથી પચી જતું હોય છે,આ સાથે જ તેના સેવનથી કફ, વાયુનો પણ નાશ થાય છે, કારણ કે તેની તાસિર ગરમ હોય છે.સુરણનું સેવન લીવરના રોગોમાં ખુબ જ હીતાવહ ગણવામાં આવે છે. વળી સુરણ ગોળો, સોજા, કૃમી, આમવાત, સંધીવાત, ઉદરશુળ, ઉધરસ, શ્વાસ, મેદવૃદ્ધી વગેરેમાં પણ ગુણકારી ગણાય છે.
સુરણનું સેવન કરવાથી તમારી આંખોનું તેજ વદે છે,આ માટે સપણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે,ખાસ કરીને સુરણમાં વિટામિન એ હોય છે જો તમને આંખના નંબર હોય તો તમારે આહાર માં સુરણ ખાવું યોગ્ય રહેશે.
આ સહીત સૂરણમાં ઝિંક, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલા હોય છે. તેને કારણે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે.સુરણ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ સુધારે છે અને શરીરના બહાર કે આંતરિક ભાગમાં સોજા થયા હોય તો તેમાં રાહત મળે છે.