Site icon Revoi.in

આ છે શિહાબ ચિત્તુર જે ચાલીને પહોચ્યા હજયાત્રા કરવા મક્કા – 1 વર્ષમાં 8,600 કિમીનું અંતર કાપી છેવટે મંઝિલે પહોચ્યા

Social Share

દિલ્હીઃ- સિહાબ નામ આમ તો વિતેલા વર્ષથી જ સોસિયલ મીડિયા અને સમાચારોની હેડલાઈનમાં છવાયું હતું કારણ છે કે આ વ્યક્તિનું સાહસ, જી હા કેરળનો રહેવાસી સિહાબ ચિત્તુર વિતેલા વર્ષ દરમિયાન પોતાના ઘરેથી મક્કા મદિના હજયાતચ્રા કરવા માટે નિકળ્યો હતો, મહત્વની વાત એ છે કે તેણે આ યાત્રા પગપાળા કરી હતી. એક વર્ષમાં તેણે 8 હજાર 600 કિલી મીટરનું અતંર કાપ્યું અને હવે છેવટે તે મક્કા સાઉદી અરેબિઆ પહોચી ચૂક્યા છે.

શિહાબ ચિત્તુર વિશે વાત કરીએ તો તે કેરળના મલપ્પુરમ જિલ્લાના રહેવાસી છે. તેમણે કેરળથી મુસ્લિમોના પવિત્ર શહેર મક્કા અને મદીના સુધી પગપાળા 8600 કિમીની મુસાફરી કરી હતી. હવે તે ભારતથી પાકિસ્તાન થઈને ઈરાન, ઈરાક અને કુવૈત થઈને સાઉદી અરેબિયા પહોંચ્યો છે.

શિહાબ ચિત્તૂરે તેની યુટ્યુબ ચેનલ પર તેની સફર સંબંધિત અપડેટ્સ શેર કર્યા છે.શિહાબ ચિત્તુર પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે. જ્યાં તે સતત પોતાના પ્રવાસ વિશે માહિતી આપતો હતો. હવે તેણે કહ્યું કે તેની યાત્રા પૂરી થઈ ગઈ છે.

છેવટે એક વર્તેષના સંઘર્ષ બાદ તેઓ સાઉદી અરેબિયામાં પ્રવેશી ચૂક્યા છે. તેણે 370 દિવસમાં પોતાની યાત્રા પૂરી કરી છે. હવે તે તેની માતા ઝૈનાબાની રાહ જોઈ રહ્યો છે. જેઓ કેરળથી મક્કા આવી રહ્યા છે. તેમના આગમન બાદ શિહાબ પોતાની હજયાત્રા પૂર્ણ કરશે.

8600 કિલોમીટરની સફર પૂરી કરીને સાઉદી અરેબિયા પહોંચ્યા બાદ શિહાબે કહ્યું કે આ સફર એટલી સરળ નથી રહી. યાત્રા દરમિયાન ઘણી સમસ્યાઓનો તેમણે સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને તેઓ કેરળથી વાઘા-અટારી બોર્ડર પર પહોંચ્યો ત્યારે તેની પાસે પાકિસ્તાનમાં પ્રવેશવા માટે વિઝા પણ નહોતા. તેથી તેણે ટ્રાન્ઝિટ વિઝા માટે અરજી કરી હતી. વિઝાની પ્રક્રિયામાં ઘણા મહિના લાગ્યા. આ દરમિયાન તે વાઘા બોર્ડર પર બનેલી સ્કૂલમાં સમય વિતાવતા હતા. તેને ફેબ્રુઆરી 2023માં વિઝા મળ્યા હતા. અને ફરી યાત્રા શરુ કરી અને 4 મહિનાના લાંબા ગાળા બાદ તે મક્કા મદિના પહોચ્યા હતા