દિલ્હીઃ હાલ ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાસે છે અને વન-ડે સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાને 2-1થી પરાજય આપ્યો છે. હાલ ટી-20 સિરીઝ ચાલી રહી છે. બીજી તરફ ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફોર્મને લઈને ઝઝુમી રહ્યો છે. જેથી ટીમમાં તેના સ્થાનને લઈને કેટલાક સવાલો ઉભા થયાં છે. દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે બીજા લોકોને મોકો આપીને ઓલરાઉન્ડર શોધવાની સલાહ આપી હતી.
સુનિલ ગાવાસ્કરે કહ્યુ હતુ કે, ફક્ત પાછળના પ્રદર્શનના આધારે હાર્દિક પોતાના પર ભરોસો નથી કરી શકતો. તે આગળ જેટલી વાર નિષ્ફળ થશે, એટલી વખત તેની પર દબાણ વધતુ જશે. ભારત પાસે બે ખેલાડીઓમાં બેકઅપ ઓલરાઉન્ડર વિકલ્પ છે. જો તેમને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો, તે હાર્દિકનુ સ્થાન લેવા માટે સક્ષમ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, દિપક ચાહર એક ઓલરાઉન્ડર બની શકે છે. તેમજ ભૂવનેશ્વવરને મોકો આપવો જોઈએ. ક્યારેય વિચાર્યુ નહોતુ કે, આ બંને ખેલાડીઓ ઓલરાઉન્ડર પણ હોઇ શકે છે. તેમની પાસે તે બેટીંગની ક્ષમતા પણ છે. તમે ફક્ત એક વ્યક્તિને જોઇ રહ્યા છો. પાછળના 2-3 વર્ષમાં જે થયુ છે, તે એ છે કે, કોઇ એકને વધારે મોકો નથી મળ્યો. એવુ એટલા માટે છે કે, તમે એક ખેલાડીને જોઇ રહ્યા છો અને કહી રહ્યા છો કે, ઓહ તે ફોર્મમાં નથી. જો તમે બીજા ખેલાડીઓને મોકો આપો તો, બીજા ઓલરાઉન્ડરને શોધી શકો છો.
(Photo-File)