કોઈમ્બતુર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ જગ્યા છે બેસ્ટ
- કોઈમ્બતુરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ?
- તો આ જગ્યા છે બેસ્ટ
- ત્યાંનું પ્રાકૃતિક સોંદર્ય તમારું મન મોહી લેશે
ભારતમાં ફરવા માટેના તો ઘણા સ્થળો છે.પણ ક્યાં ફરવું તેને લઈને લોકો કન્ફયુઝ થતા હોય છે.પરંતુ હવે કન્ફયુઝ થવાની જરૂર નથી. આ ગરમીમાં તમે દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં સ્થિત કોઈમ્બતુરની મુલાકાત લઇ શકો છો..અહીં પરિવાર કે મિત્રો સાથેની યાદગાર પળોની ડાયરી બનાવી શકાય છે.તો જાણો આ જગ્યા વિશે…
પેરુર પાટેશ્વર મંદિર: કોઈમ્બતુરમાં આવા ઘણા ધાર્મિક સ્થળો છે, જે લાંબા સમયથી શહેરમાં સ્થિત છે. આમાંથી એક પેરુર પાટેશ્વર મંદિર છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી પડે છે.
કોવઈ કોંડટ્ટમ: જો તમે પરિવાર સાથે જઈ રહ્યા છો અને તમારા બાળકો પણ છે, તો તેઓને આ સ્થાન ગમશે.તેની વિશેષતા એ છે કે તે ઈકો ફ્રેન્ડલી થીમ વોટર પાર્ક છે.
વૈદેહી ધોધ: કોઈમ્બતુરની મુસાફરી કરનારાઓ માટે આ વસ્તુ જરૂરીથી કરવી જોઈએ. એ છે વૈદેહી ધોધનો સુંદર નજારો જોવાનો. આ સ્થળનું પ્રાકૃતિક સૌંદર્ય મન મોહી લે તેવું છે.
ઈશા યોગ કેન્દ્ર: આ સ્થાનને ભગવાન શિવની પ્રતિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવના ભક્તો અહીં આવીને તેમના ભગવાનની ભક્તિમાં લીન થઈ શકે છે. આ અદ્ભુત પ્રતિમાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.