ચોમાસામાં ફરવા માટે આ જગ્યા છે બેસ્ટ,જાણી લો તે સ્થળ વિશે
ચોમાસામાં ફરવા માટે મોટાભાગના લોકો આમ તો તૈયાર જ હોય છે, પણ સૌથી મોટો પ્રશ્ન જો કોઈ હોય તો તે છે કે કયા સ્થળ પર ફરવા જવું અને કઈ જગ્યા પર વધારે મજા આવી શકે. તો જે લોકો પ્લાન કરી રહ્યા છે તે લોકોએ આ સ્થળો પર ફરવા જવુ જોઈએ.
સૌથી પહેલા વાત કરીએ કેરેલાની તો જે લોકો પ્રકૃતિ પ્રેમી હશે તેમને આ જગ્યા ગમશે. ચારેબાજુ હરિયાળીથી ઘેરાયેલું આ સ્થળ તમને મંત્રમુગ્ધ કરી દેશે. આ સ્થળ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા જાય છે. કેરળને ભગવાનનો દેશ કહેવામાં આવે છે.
આ ઉપરાંત શિલોંગ પણ સરસ જગ્યા છે કારણ કે વરસાદની સિઝનમાં આ જગ્યાની સુંદરતા ઘણી વધી જાય છે. તમે અહીં ઊંચા પહાડો અને લીલા મેદાનોની સુંદરતાનો આનંદ માણી શકો છો. તમે અહીં એલિફન્ટ ફોલ્સ અને સ્પ્રેડ ઇગલ ફોલ્સની પણ મુલાકાત લઈ શકો છો.
આ બે સ્થળ સિવાય વાત કરવામાં આવે તો કસૌલી પણ સરસ જગ્યા છે. ચોમાસામાં કસૌલી જવાનો પ્લાન બનાવી શકો છો. તમે આ સ્થાન પર શાંતિથી થોડી ક્ષણો વિતાવી શકશો. આ જગ્યાએ ભીડ ઘણી ઓછી છે. વરસાદની મોસમમાં પણ ફરવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. આ સિઝનમાં તમે અહીંના સુંદર નજારાઓને માણી શકો છો