આ તે બ્રેકફાસ્ટ છે જે મિનિટોમાં થઈ જાય છે તૈયાર અને સ્વાદમાં પણ સમાધાન કરવું નહીં પડે
સવારે નાસ્તામાં શું બનાવવું આ દરરોજનો પ્રશ્ન હોય છે. આજે તમને એવા બ્રેકફાસ્ટ ઓપ્શન વિશે જણાવીએ છીએ જેને તમે અઠવાડિયા સુધી બનાવી શકો છો.
સેવઈ ઉપમા ભારતમાં એક લોકપ્રિય નાસ્તાનો વિકલ્પ છે જે હળવો અને સ્વસ્થ છે. આને સામગ્રી સાથે બનાવવામાં લગભગ 20 મિનિટ લાગે છે. આને બ્રેકફાસ્ટથી લઈને સ્નૈકિંગ સુધી કોઈપણ ભોજનમાં ખાઈ શકાય છે.
એગલેસ પૈનકેકને મિનિટોમાં તૈયાર કરી શકો છો. મધ, મેપલ સીરપ, ચોકલેટ સીરપ અને કેટલાક ફળો સાથે સર્વ કરી શકો છો.
બેસનના ચીલા મોટાભાગના ઉત્તર ભારતીય ઘરોમાં પસંદ કરવામાં આવે છે. બેસનના ચીલા બનાવવામાં ખુબ ઓછી સામગ્રીની આવશ્યકતા હોય છે. આને બનાનવવું ખુબ આસાન હોય છે અને મિનિટોમાં તૈયાર થઈ જાય છે.
બનાના અને બદામનો પોરીજ- તમારી પાસે કંઈપણ બનાવવા માટે સમય નથી, તો આ સરળ નાસ્તાની રેસીપી પસંદ કરો જેમાં ઓટ્સ, ચિયા સીડ્સ, કેળા, દૂધ, ખજૂર અને બદામનો ઉપયોગ કરવામાં આવે છે.
બોમ્બે ટોસ્ટી, મુંબઈનો આ પ્રખ્યાત સ્ટ્રીટ સ્નૈક એક ઉત્તમ નાસ્તો છે. તેને ટોસ્ટ કરેલી બ્રેડની સ્લાઈસ વચ્ચે ટામેટાં, ડુંગળી, છૂંદેલા બટાકાને, તાજી ધાણાની ચટણીથી સજાવીને ખાઓ.
મસાલા ચીઝ ફ્રેંન્ચ ટોસ્ટ સૌથી સરળ અને સૌથી સેવાદિષ્ટ નાસ્તાની વાનગીઓ માંથી એક, આ પનીર ફ્રેન્ચ ટોસ્ટ મિનિટોમાં તૈયાર થઈ જાય છે. અને તેના માટે વધારે પ્રયાસ કરવાની આવશ્યકતા નથી હોતી.
રવા ઉપમા, દક્ષિણ ભારતનું આ પસંદગીનો નાસ્તો છે. જે બનાવવામાં ખુબ આસાન છે અને સવારના પૌષ્ટિક ભોજન માટે પણ બિલકુલ સારૂ છે. આને વધારે પૌષ્ટિક બનાવવા માટે તેમાં વટાણા, ગાજર અને બીન્સ જેવી થોડીક શાકભાજી નાખો.