આ છે વિશ્વનું સૌથી મોટૂ રેલ્વે સ્ટેશન જ્યાં પ્લેટફોમ પર એક સાથે 40થી વધુ ટ્રેન ઊભી રહેતી હોય છે
ટ્રેન એક એવી સુવિધા છે જે યાત્રીઓને ઓછા સમયમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે અને વળઈીઓછા ભાડામાં પહોંચાડે છે જેને લઈને માત્ર ભારતમાં જ નહી વિદેશમાં પણ રેલ્વે સેવાઓ પર ઘણા નાગરિકો નિર્ભર રહે છે.યાત્રા માટે પરવડે તેવો માર્ગ રેલ્વે છે.રેલ્વેને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના મોટાભાગના દેશોમાં રાજ્યો અને શહેરોની કનેક્ટિવિટીનું શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે.
વિશ્વના સૌથી લાંબા પ્લેટફોર્મ વિશે વાત કરીએ, તો તે ભારતના કર્ણાટકના હુબલી રેલવે સ્ટેશન પર છે. બીજી તરફ દેશના સૌથી મોટા રેલવે સ્ટેશનની વાત કરીએ તો તે હાવડા જંક્શન છે. અહીં 26 પ્લેટફોર્મ છે.
દુનિયાનું સૌથી મોટૂ રેલ્વે સ્ટેશન હાલમાં આ સ્ટેશન ભારતમાં નહીં પરંતુ અમેરિકાના એક શહેરમાં આવેલું છે. આ રેલવે સ્ટેશન પર મોટાભાગના પ્લેટફોર્મ પણ છે. એટલે કે આ સ્ટેશન તેના બે ગુણો માટે પ્રખ્યાત છે. અમેરિકામાં સ્થિત આ સ્ટેશનનું નિર્માણ વર્ષ 1903 થી 1913 વચ્ચે કરવામાં આવ્યું હતું.
આ રેલ્વે સ્ટેશનનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. 9.15 કિમી લાંબી, 182 થાંભલાઓ પર ટકેલી આ લાઈન 2 રાજ્યોને જોડે છેગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ એ વિશ્વનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન છે. તે ન્યુયોર્ક સિટી, યુએસએમાં સ્થિત છે.
આ તે યુગમાં બનાવવામાં આવ્યું હતું જ્યારે ભારે મશીનો નહોતા. આ સૌથી મોટા રેલવે સ્ટેશનને બનાવવામાં બે વર્ષથી વધુ સમય લાગ્યો છે. આ ન્યૂયોર્ક રેલવે સ્ટેશન પર કુલ 44 પ્લેટફોર્મ છે. એટલે કે અહીં એક સાથે કુલ 44 ટ્રેન ઊભી રહી શકે છે. આ સ્ટેશન પરથી દરરોજ સરેરાશ 660 મેટ્રો નોર્થ ટ્રેન પસાર થાય છે અને 1,25,000 મુસાફરો મુસાફરી કરે છે.
આ રેલ્વે ટર્મિનલમાં બે અંડરગ્રાઉન્ડ લેવલ છે. અહીં 41 ટ્રેક અપર લેવલ પર છે અને 26 ટ્રેક લોઅર લેવલ પર છે. આ સ્ટેશન 48 એકર જમીનમાં બનેલ છે. આ સ્ટેશન ઘણી હોલીવુડ ફિલ્મોમાં જોવા મળે છેઆ સહીત દર વર્ષે સ્ટેશન પરથી લગભગ 19 હજાર વસ્તુઓ ખોવાઈ જાય છે અને તેમાંથી લગભગ 60 ટકા પ્રશાસન દ્વારા પરત કરવામાં આવે છે.