આ છે દુનિયાનું સૌથી ચોખ્ખુ શહેર, અહી તમને નહી જોવા મળે કચરો, જાણો તેની ખાસિયતો
સ્વચ્છ જગ્યામાં રહેવું કોને ન ગમે, જેટલી સ્વચ્છતા એટલી જ જીવન જીવવાની મજા, આપણે આપણા ઘરમાં ઘરની બહાર કે આજુબાજુ જરા પમ ગંદકી થવા દેતા નથી ,જો કે જાણે અજાણ્યે ગંદકી તો ફેલાતી જ હોય છે પરંતુ એક એવા શહેરની આજે વાત કરીશું જ્યા બિલકુલ તમને કચરો જોવા ણળશે જ નહી, જે વિશ્વનું જીરો વેસ્ટ ટાઉન તરીકે ઓળખાય છે.
આ શહેર આવેલું છે જાપાનમાં જે ઝીરો-વેસ્ટ ટાઉન તરીકે જ ઓળખાય છે. તમે ઘણા સ્વચ્છ અને આધુનિક શહેરો વિશે સાંભળ્યું જ હશે. પરંતુ આ શહેરમાં જે પણ કચરો પેદા થાય છે તે સંપૂર્ણપણે રિસાયકલ થાય છે. આ રીતે શહેરે 2030 સુધીમાં ઝીરો વેસ્ટ ટાઉન બનવાના લક્ષ્યાંકના 80 ટકા હાંસલ કર્યા છે. આવો અમે તમને આ શહેર વિશે જણાવીએ.
ઝીરો વેસ્ટ ટાઉન તરીકે જાણીતું આ શહેર જાપાનના શિકોકુ ટાપુના પહાડોમાં આવેલું છે. તેનું નામ કામિકાત્સુ છે. 2003 માં, કામિકાત્સુ શૂન્ય કચરો જાહેર કરનાર જાપાનનું પ્રથમ શહેર બન્યું. અહીં લગભગ 1500 લોકો રહે છે. અહીંના લોકો ગંદકી ફેલાવતા નથી અને ઝીરો વેસ્ટ જીવનશૈલીને ખૂબ ગંભીરતાથી અપનાવે છે. અહીંના લોકોએ શહેરને કાર્બન મુક્ત બનાવવાનો નિર્ણય કર્યો. અહીં કચરાને ફરીથી રિસાયકલ કરવામાં આવે છે.
ઝીરો વેસ્ટ ટાઉનમાં તમામ કચરાને 45 જેટલી કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કાગળની પ્રોડક્ટને અલગ કરવાની 9 રીતો છે. શહેરના લોકો કોઇ પણ કચરાને કચરાપેટીમાં નાંખચા પહેલા તેને સાફ કરીને સૂકવવામાં આવે છે. જેથી તેનું રિસાયકલિંગ સારી રીતે થઇ શકે. સાથે જ અહીંના લોકો એવા સામાનનો ઉપયોગ કરે છે જેને રિસાયકલિંગ કરીને બીજી વાર ઉપયોગમાં લઇ શકાય. કચરો સળગાવવાને બદલે અંહીના લોકો કચરાનું રિસાયકલિંગ કરીને પૈસાની બચત કરે છે
જો કે કોઈપણ શહેરને કાર્બન અને કચરાથી સંપૂર્ણપણે મુક્ત કરવાનું લક્ષ્ય સરળ નથી. આ શહેરમાં અડધાથી વધુ વસ્તી 65 વર્ષથી વધુ વયની છે. આવી સ્થિતિમાં અહીંનો ગ્રામીણ સમુદાય ઝડપથી સંકોચાઈ રહ્યો છે. પરંતુ શહેરનું વહીવટીતંત્ર લોકોને વેસ્ટ રિસાયક્લિંગ સામગ્રીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે કચરો અને ગંદકી ઘટાડવામાં મદદ કરશે. કામિકાત્સુ અને તેના રહેવાસીઓ વધુ ટકાઉ જીવનશૈલી ધરાવે છે. જેમાંથી ઘણા મોટા શહેરોને ઘણું શીખવા મળે છે.