Site icon Revoi.in

આ છે પાકિસ્તાનની કિંમત: 57 મુસ્લિમ દેશને બેઠકમાં બોલાવ્યા,તો હાજર રહ્યા માત્ર 20

Social Share

દિલ્હી: પાકિસ્તાનની હાલત અત્યારે કઈ બાજુ સારી છે તે શોધવી મુશ્કેલ થઈ રહ્યું છે. આર્થિક રીતે દબાઈ ગયેલા પાકિસ્તાનની વાત તો હવે મુસ્લિમ દેશો પણ સાંભળવા તૈયાર નથી તેનું એક હાલનું ઉદાહરણ તો આ છે. પાકિસ્તાને ઇસ્લામિક સહયોગ સંગઠનની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં 57 મુસ્લિમ દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે તેમાંથી માત્ર 20 દેશના નેતાઓ જ આવ્યા હતા.

આ બાદ તો પાકિસ્તાન શરમના મારે નમી ગયું હતું કારણ કે મોટા ભાગના દેશોએ પોતાના રાજદૂતોને પાકિસ્તાનની બેઠકમાં મોકલ્યા જ ન હતા.

ઇસ્લામિક દેશોમાં પાકિસ્તાનની છાપ પણ હવે ખરાબ થઇ ચુકી છે જે આ બેઠકમાં 30 ઇસ્લામિક દેશોની ગેરબાજરીથી સાબિત થાય છે. 57માંથી પાંચ દેશોના નેતાઓએ પાકિસ્તાન જવાના બદલે દિલ્હી આવવાનું પસંદ કર્યું હતું અને ભારતની બેઠકમાં હાજર રહીને એક રીતે પાકિસ્તાનને આ દેશોએ પોતાનો જવાબ પણ આપી દીધો હતો કે તે અફઘાનિસ્તાન મામલે ભારત સાથે છે પાકિસ્તાન સાથે નહીં.

જો કે જે દિવસે પાકિસ્તાને આ બેઠક બોલાવી હતી તે જ દિવસે ભારતે પણ અફઘાનિસ્તાનને લઇને પાંચ દેશોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઉજ્બેકિસ્તાન, તાજિકિસ્તાન, કજાખસ્તાન, તુર્કિમેનિસ્તાન અને કિર્ગિસ્તાનનો સમાવેશ થાય છે. આ દેશોના વિદેશ મંત્રીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

ભારતે જે પાંચેય દેશોને આમંત્રણ આપ્યું હતું તેની સરહદો અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે. રવિવારે બન્ને દેશોની બેઠકો યોજાઇ હતી, જોકે વિદેશ નીતિના જાણકારોનું કહેવું છે કે ભારતની આ નીતિને કારણે પાકિસ્તાનને ફટકો લાગ્યો હતો અને 50માંથી 20 જ દેશના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.