- નોર્વેમાં જૂનની 21 તારીખે 40 મિનિટ માટે સુરજ આથમે છે
- આ દિવસે ખાલી 40 મિનિચની જ રાત પડે
આપણે સૌ કોઈ દિવસ દરમિયાન કામ કરીએ છીે અને રાત્રે આરામ કરીએ છીએ, દિવસ જેટલી આપણે રાત કાઢીએ છીએ જોકે તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં એક દેશ એવો પણ છે કે જ્યાં રાત ખૂબ ટૂંકી હોય છે અહી રાત માત્ર 40 થી 43 મિનિટ ની જ છે.
તમને જાણીને ખૂબ આશ્ચર્ય થયું હશે જો કે આ દેશનું નામ છે નોર્વેસ અહી રાત્રે લગભગ એક વાગ્યાથી પક્ષીઓનો કિલકિલાટ શરૂ થાય છે એટલે કે તે લોકોની સવાર પડી જાય. એટલું જ નહીં, શિયાળાની ઋતુમાં અહીં ક્યારેય સૂરજ ઉગતો નથી. જ્યારે મે અને જુલાઈ વચ્ચે લગભગ 76 દિવસ સુધી અહીં સૂર્યાસ્ત થતો નથી.
વિશ્વના સૌથી અમીર દેશોમાંના એક આ દેશના લોકો તેમના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ જાગૃત છે. અહીંના લોકો માત્ર હેલ્ધી ફૂડ જ ખાવાનું પસંદ કરે છે.આ બધી વસ્તુઓ વચ્ચે નોર્વેની સૌથી મોટી ખાસિયત તેની પ્રાકૃતિક સુંદરતા છે. આ દેશ આર્ક્ટિક સર્કલ હેઠળ આવે છે.
બરફથી ઢંકાયેલ પર્વતો અને લીલાછમ ઢોળાવ આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓને આકર્ષે છે. અહીં એવા અદ્ભુત નજારો જોવા મળશે જે ક્યાંય જોવા નહીં મળે. હિમવર્ષા બાદ શહેરોનો નજારો જોવા લાયક બને છે.
નોર્વેના રોરસ શહેરને સૌથી ઠંડુ સ્થળ માનવામાં આવે છે. અહીં તાપમાન માઈનસ 50 ડિગ્રી સુધી ગગડી જાય છે. અહીં 40 મિનિટની રાત પાછળનું સૌથી મોટું કારણ એ ખગોળીય ઘટના છે, જેના કારણે 21 જૂન અને 22 ડિસેમ્બરે સૂર્યપ્રકાશ પૃથ્વી પર નથી પહોંચતો. વાસ્તવમાં પૃથ્વી 66 ડિગ્રી ફરે છે. જેને કારણે દિવસ અને રાતના સમયમાં તફાવત રહે છે. નોર્વેમાં 40 મિનિટની રાત 21 જૂનની સ્થિતિથી છે.