1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટર માટે વિકાસનો આ સુવર્ણકાળ છે: મુખ્યમંત્રી
કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટર માટે વિકાસનો આ સુવર્ણકાળ છે: મુખ્યમંત્રી

કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટર માટે વિકાસનો આ સુવર્ણકાળ છે: મુખ્યમંત્રી

0
Social Share
  • કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરના સસ્ટેનેબલ ગ્રોથ માટે પરિણામદાયી પ્રયાસો થયા,
  • ‘સહકાર સેતુ’ મેગાઈવેન્ટ અને વેસ્ટર્ન ઈન્ડીયા અર્બન કો-ઓપરેટિવ બેન્કિંગ સમિટ,

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટર ટેક્નોલોજીનો લાભ લઈને સંચાલનમાં પારદર્શિતા સાથે વિકાસ કરી શકે તેવો આજનો સુવર્ણ સમય છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરના સસ્ટેનેબલ ગ્રોથ માટે સફળ પરિણામદાયી પ્રયાસો હાથ ધરાયા છે. કો-ઓપરેટિવ બેન્કિંગથી લઈને PACS સુધી દરેક ક્ષેત્રે ‘સહકારથી સમૃદ્ધિ’નો મંત્ર સાકાર થયો છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલા સહકાર સેતુ-2024 મેગા ઈવેન્ટ તથા વેસ્ટ ઈન્ડિયા અર્બન કો-ઓપરેટિવ બેન્કિંગ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેન્કિંગ ફેડરેશન દ્વારા યોજાયેલા આ સમિટમાં સહકાર રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્મા તેમજ કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરના વરિષ્ઠ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકસિત ભારત@2047માં કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરથી લઈને સામાન્યમાં સામાન્ય માનવીના આર્થિક, સામાજિક ઉત્કર્ષ માટેના દરેક સેક્ટરમાં વડાપ્રધાનએ ટેક્નોલોજી ટ્રાન્સફોર્મેશન અને ટ્રાન્સપરન્સીનો વ્યૂહ અપનાવ્યો છે. એજ પરિપાટીએ દેશના પ્રથમ સહકાર મંત્રી  અમિતભાઈએ કો-ઓપરેટિવ બેન્ક પણ વિશ્વ કક્ષાની સેવાઓ આપવા સક્ષમ બને તે માટે ટેક્નોલોજી અપગ્રેડેશન દ્વારા સહકારી બ્રાન્ડ તરીકે ‘‘પ્રાઉડલી કો-ઓપરેટિવ’’ના મંત્રથી બેન્કિંગ સેક્ટર આગળ વધી શકે તેવા એપ્રોચને પ્રોત્સાહન આપ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના કાર્યકાળમાં સમગ્ર દેશ સહકાર ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યો છે.  નરેન્દ્રભાઈ-અમિતભાઈની જોડીએ ગુજરાતના સહકારી ક્ષેત્રનો બે દાયકામાં ક્રાન્તિકારી વિકાસ કરીને સમય સાથે નહિ, પરંતુ સમય કરતા બે ડગલા આગળ ચાલતું કર્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, અર્બન કો-ઓપરેટિવ બેંકોના પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (PSL) લક્ષ્યો હાંસલ કરવા માટે સમય મર્યાદામાં વધારો કરી આપ્યો છે. દેશની અંદાજે 1500 જેટલી શહેરી સહકારી બેંકોને  IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ સહયોગ પૂરો પાડવાનું કાર્ય સહકાર મંત્રી  અમિતભાઈ કરી રહ્યા છે. આ માટે શહેરી સહકારી બેંકિંગ સેક્ટરના વિકાસ માટે અમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશન તરીકે નેશનલ અર્બન કો-ઓપરેટિવ ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન(NUCFDC)ની રચના કરી છે તેની ભૂમિકા પણ તેમણે આપી હતી.

અર્બન કો-ઓપરેટિવ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ વિશે સહકાર મંત્રી  જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ‘માસ પ્રોડક્શનને બદલે પ્રોડક્શન બાય માસ’ એ ગુજરાતમાં દૂધ ઉત્પાદન અને સહકારી ક્ષેત્રની આગવી ઓળખ બન્યું છે. રાજયના દૂધ ઉત્પાદકોને દૈનિક રૂ. 150 કરોડથી વધુની ચુકવણી ડીબીટીના માધ્યમથી કરવામાં આવે છે. ગુજરાતમાં કો-ઓપરેટિવ બેન્કનું નેટવર્ક ઘણું મોટું છે અન્ય રાજ્ય કરતા ગુજરાતની અર્બન બેંકો નાણાકીય રીતે સદ્ધર છે.

ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ફેડરેશનના ચેરમેન  જ્યોતીન્દ્ર મહેતાએ સૌને આવકારતાં જણાવ્યું હતું કે, ગુજરાત સહિત ભારતમાં 1480 જેટલી સહકારી બેંકો કાર્યરત છે ત્યારે આવનારી સદી અર્બન કો-ઓપરેટિવ બેંકની સદી હશે. આ ક્ષેત્ર ભારતને વિકસિત ભારતની દિશામાં આગળ લઈ જવા મહત્વનો ભાગ ભજવશે.

આ સમિટમાં ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ફેડરેશનના વાઇસ ચેરમેન  કાંતિભાઈ પટેલ, NAFCUBના પ્રમુખ  લક્ષ્મી દાસ, RBIના CGM શ્રીમતિ સેંતા જોય,  ગુજરાતની અર્બન કો-ઓપરેટિવ બેંકોના હોદ્દેદારો, અગ્રણીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ બેન્કિંગ ટેકનોલોજી ક્ષેત્રેના કાર્યરત કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code