આ છે ખેડા જીલ્લાનું કામનાથ મહાદેવ મંદિર – 575 વર્ષથી સચવાયેલું હજારો કિલો ઘી, વર્ષોથી પ્રવજલિત થાય છે અખંડ જ્યોત
- ખેડા જીલ્લાના કામનાથ મહાદેવ મંદિરની વિશેષતાઓ
- વર્ષોથી સચવાયેલું છે દેશી ઘી
આજે શિવરાત્રી છે દેશભરના શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ છે ત્યારે ગુજરાતમાં સોમનાથ સહીતના ઘણા મંદિરો પણ પોતાની વિશેષતાને લઈને જાણીતા છે ત્યારે ગુજરાતમાં આવેલા કામનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ તો જાણવો રહ્યો.
ભગવાનની શ્રદ્ધા કહો કે પછી કુદરતનો ચમત્કાર કહો અહી વર્ષોથી દેશી ઘી સચવાયેલું છે એટલું જ નહી એ ઘી હાલ પણ જેવું હતું તેવું જ છે ન તો તેમાં કોઈ જીવાત પડી છે કે નતો તે બગડ્યું છે.
ખેડા જિલ્લાના ખેડા-ધોળકા રોડ પર રઢુ ગામ આવેલુ છે. આ ગામમાં અતિપ્રાચિન શ્રી કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આમ તો શિવના ઘણાં સ્વરૂપ છે. તેમાં ત્રિવેણી સ્વરુપ એક મંદિરમાં ભાગ્યે જ જોવા મળે છે. આ કામનાથ મહાદેવમાં શિવના ત્રિવેણી સ્વરુપના અલૌકિક દર્શન થાય છે. આ દેવ સ્થાવ દુનિયા ભરનું એક માત્ર શિવાલય છે કે જ્યા 3 જેટલા ઘીના ભંડાર પડેલા છે,આ ઘી કાળા માટીના માટકામાં સાચવવામાં આવ્યું છે.
છેલ્લા 575 વર્ષથી આ ઘી અહી સચવાયું છે દિવસેને દિવસે ઘીનો ભંડાર વધતો જઈ રહ્યો છે.3 ઘીના ત્રણ જૂદા જૂદા ભંડારમાં 1300 થી વધુ માટલામાં 14 હજાર ઘી 557 વર્ષથી સચવાયું છે જે પોતાનામાં એક ચમત્કાર છે,કેટલીક સદીઓ વીતી ગઈ હોવા છત્તા ઘીને કોઈ અસર થતી નથી, ઉનાળો હોય શિયાળો કે ચોમાસું દરેક ઋતુમાં ઘી એવું જ રહે છે. ઘી કદી પણ દુર્ગંધ નથી મારતું કે જીવાત નથી પડતી જે અહીંયા ખરેખર શિવની સાક્ષી દર્શાવે છે.
અહી મંદિરમાં ઘી કઈ રીતે જમા થાય છે જાણો
ગામમાં કોઈ પણ ખેડૂતની ગાય કે ભેંસને વાછરડું જન્મે એટલે તેનું પહેલું વલોણાનું ઘી અહી મંદિરના માટલામાં મૂકી દે છે. આ સહીત દેશ વિદેશના લોકો અનેક માનતા માને છે માનતા પુરી થવા પર ઘી ચઢાવવામાં આવે છે આમ વર્ષો વર્ષ વિતતા જાય છે અને ઘી નું પ્રમાણ વધતું જ જઈ રહ્યું છે.
આટલું જ નહી અહી 550 વર્ષથી ઘીના દિવડાની અંખડ જ્યોત પ્ણ પ્રજલિત થઈ રહી છે જે પોતાનામાં એક ઈતિહાસ બને છે શિવલિંગ સ્વરૂપ, મૂર્તિ સ્વરૂપ અને જ્યોત સ્વરૂપે દાદાની હયાતી છે. અહીંયા સાક્ષાત શિવજી જાણે બિરાજમાન હોય તેવી અનુભૂતિ ભક્તોને થાય છે