આ છે દુનિયાનો સૌથી મોટો સ્વિમિંગ પૂલ,કે જેને તરીને પાર કરવો એ કોઈ સામાન્ય માણસની વાત નથી !
- આ છે દુનિયાનો સૌથી મોટો સ્વિમિંગ પૂલ
- જેને પાર કરવો સામાન્ય માણસની વાત નથી !
આ દુનિયા ઘણી વિચિત્ર વસ્તુઓથી ભરેલી છે. આમાંની ઘણી વસ્તુઓ કુદરતી છે, પરંતુ ઘણી વસ્તુઓ એવી છે કે,જે માનવીએ પોતે જ બનાવી છે. આજે અમે તમને એક સ્વિમિંગ પૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.
અમે વાત કરી રહ્યા છીએ ચિલી ની રાજધાની સેન્ટિયાગોમાં સ્થિત સેન આલ્ફોન્સો ડેલ માર બ્રિજની, જેને પાર કરવો સામાન્ય માનવીના કામની વાત નથી કારણ કે તે વિશ્વનો સૌથી મોટો સ્વિમિંગ પૂલ છે.
આ અનોખો પૂલ એક કિલોમીટર લાંબો છે.જે 7.7 હેક્ટર એટલે કે 19 એકરમાં બનાવવામાં આવ્યું છે. જેમાં લગભગ 250 મિલિયન લીટર એટલે કે 66 મિલિયન ગેલન દરિયાનું પાણી ભરાયું છે. તે એટલું મોટું છે કે તેને પાર કરવા માટે કદાચ બોટની જરૂર પડશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બ્રિજ બનાવવા માટે લગભગ 3.5 મિલિયન યુએસ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેને તમે ભારતીય ચલણમાં જુઓ તો લગભગ 23 કરોડ છે. આ પૂલમાં પાણી પહોંચાડવા માટે, પેસિફિક મહાસાગરમાંથી પંપ લગાવવામાં આવ્યા છે, જેમાં માત્ર ફિલ્ટર અને ટ્રીટેડ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.