આ છે દેશના છેવાળાની છેલ્લી દુકાન જ્યાંથી દેશની સીમાનો આવે છે અંત
- ઉત્તરાખંડમાં આવેલી છે ભારતવની છેલ્લી દુકાન
- અહીંથી ભારતની સીમા પુરી થાય છે
ભારતના છેવાડે આવેલી છેલ્લી દુકાનનું નામ છે હિન્દુસ્તાન કી અતિંમ દુકાન ..કારણ કે આ દુકાન બાદ ભારતની સરહદ પુરી થઈ જાય છે.અહી દેશ પુરો થાય છે,આમ તો દેશના દરેક ગામ-શહેરની ગલીઓમાં નાની-મોટી દુકાનો જોવા મળશે, પરંતુ ભારતની છેલ્લી દુકાન વિશે જાણીને ખૂબ જ આશ્ચર્ય થાય છે.
ભારતની છેલ્લી દુકાન ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં છે. આ દુકાનનું નામ “હિન્દુસ્તાનની છેલ્લી દુકાન” છે. ચમોલી જિલ્લામાં એક ગામ માના છે જે ચીનની સરહદની ખૂબ નજીક છે. આ જ ગામમાં આ દુકાન છે. આ પછી ભારતની સરહદ સમાપ્ત થાય છે.
ચંદેહ સિંહ બરવાલે આ દુકાન 25 વર્ષ પહેલા માના ગામમાં ખોલી હતી. આ પછી, જેમ જેમ લોકોને આ દુકાન વિશે જાણવાનું શરૂ થયું, તે દેશભરમાં લોકપ્રિય અને જાણાીતી બની ગઈ છેયજો કોઈ પ્રવાસી ઉત્તરાખંડની મુલાકાતે આવે છે, તો તે આ દુકાનને જોવા માટે ચોક્કસ આવે છે.
આ દુકાન તેની ચા અને મેગી માટે જાણીતી છે.આ દુકાનમાંચાય અને સ્વાદિષ્ટ મેગી ખૂબ વખાણ છે. અહીં આવતા પ્રવાસીઓ ચા અને મેગી ખાય ને તેની સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરે છે.