Site icon Revoi.in

આ છે વિશ્વની સોથી લાંબી મોડલ – કાર,પ્લેનમાં બેસવાથી લઈને લગ્ન માટે મૂરતિયો શોધવો પણ મુશ્કેલ

Social Share

આપણે દુનિયામાં અવનવી અજાયબીઓ જોઈ હશે, અવનવી વાતો પણ સાભંળી હશે, ખાસ કરીને ઈન્સાનની લંબાઈ ,જાડાઈના ઘણા કિસ્સાઓ સમાચારમાં આવતા હોય છે, તો આજે આવ કરીશું કંઈક આવીજ એક યુવતીની જેના પગની લંબાઈ વિશઅવમનાં સોથી લાંબી ગણાય રહી છે.જેના કારણે તેણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.

 આ દુનિયાની સૌથી લાંબા પગવાળી 6 ફૂટ 9 ઇંચ લાંબી યુવતીને પોતાની લંબાઈના કારણે લગ્ન કરવા માટે મૂરતિયો શોધવો પણ  મુશ્કેલ બન્યું છે.લિસિના કહે છે કે ભાગીદારો વચ્ચેની લંબાઈમાં તફાવત એક ફૂટ કરતાં વધુ છે. ઘણી છોકરીઓ બે સેન્ટિમીટરના તફાવતને પણ સંભાળી શકતી નથી અને તે એક પગ છે. લિસિના કહે છે, ‘છોકરો એવો હોવો જોઈએ જે મારી પરવાહ કરે, મારી સંભાળ રાખે. મારા પર ધ્યાન આપે જો તમે તેને આર્થિક રીતે ટેકો આપી શકેપરંતુ વક્રોક્તિ જુઓ કે તે તેના માટે લાયક જીવનસાથી મળવો એશક્ય જેવી વાત છે.

આ યુવતી રશિયાની રહેવાસી છે જેનું નામ  એકટેરીના લિસિના છે જે પોતાની લંબાઈના કારણે ચર્ચામાં છે અને તે પોતે આ લંબાઈના કારણે પરેશાન પણ છે.લિસિનાની ઊંચાઈ 6 ફૂટ 9 ઈંચ છે.ઉલ્લેખનીય છે કે તેને વિશ્વની સૌથી ઉંચી મોડલ  ગણવામાં આવે છે. જેને તેની ઊંચાઈ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. તેની ઊંચાઈને કારણે તે એક વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહી છે. લાંબી ઊંચાઈના કારણે તેઓ જીવનસાથી મળી રહ્યો નથી,રશિયાની લિસિના દુનિયાની સૌથી લાંબા પગવાળી મહિલાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. તેના ડાબા પગની લંબાઈ 132.8 સેમી અને તેના જમણા પગની લંબાઈ 132.2 સેમી છે. 29 વર્ષની લિસિના વ્યવસાયે મોડલ તરીકે ફેમસ પણ  છે.

તે સૌ પ્રથમ બાસ્કેટબોલ ખેલાડી હતી. વર્ષ 2008 ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. પરંતુ તે પછી તેણે નિવૃત્તિ લીધી અને મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. તેણે 2008 ઓલિમ્પિકમાં બાસ્કેટબોલમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે.

 સિલિનાને પ્લેન કે કારમાં બેસવામાં તકલીફ પડે છે. ન તો તેમની સાઈઝના કપડાં અને ન તો શૂઝ ઉપલબ્ધ છે. તેઓએ પોતાના માટે અલગથી શૂઝ બનાવવા પડશે. લિસિના એવા પરિવારની છે જેમાં દરેક વ્યક્તિ ઉંચી છે. તેના ભાઈની ઊંચાઈ 6 ફૂટ 6 ઈંચ, પિતાની ઊંચાઈ 6 ફૂટ 5 ઈંચ અને માતાની ઊંચાઈ 6 ફૂટ 1 ઈંચ છે.