- દુનિયાનું સૌથી લાંબુ નામ ધરાવતું સ્થળ
- જેને વાંચવામાં શેક્સપિયરને પણ પડી શકે છે તકલીફ
- ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે નામ
શેક્સપિયરે કહ્યું હતું કે, ‘નામમાં શું રાખ્યું છે’ જો તમે પણ આ વિચાર સાથે જોડાયેલા છો તો દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે, જેના વિશે સાંભળીને તમારી વિચારસરણી બદલાઈ શકે છે કારણ કે આ જગ્યાઓના નામની સ્પેલિંગ ઘણી મોટી છે. કહેવાય છે કે લખતી વખતે તમારા હાથ દુઃખી જાય અને બોલતી વખતે શેક્સપિયરની જીભ કદાચ એક ક્ષણ માટે લથડી જાશે.
જી હા, તમે બિલકુલ સાચું વાંચ્યું, અમે વાત કરી રહ્યા છીએ ન્યુઝીલેન્ડના નોર્થ આઇલેન્ડ પર સ્થિત ‘Taumata’ નામના પર્વત વિશેની.જો તમે પણ વિચારી રહ્યા છો કે કોઈ તેને ખૂબ જ આરામથી વાંચશે, તો તમારી વિચારસરણી બિલકુલ ખોટી છે કારણ કે તે તેનું શોર્ટ નેઇમ છે.આ ટેકરીનું અસલી નામ એટલું મોટું છે કે, અંગ્રેજી ભાષામાં કોઈ સ્થળના સૌથી લાંબા નામ માટે તે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.
તેનું ઉચ્ચારણ આ પ્રમાણે છે- ‘Taumata¬whakatangihanga¬koauau¬o-tamatea¬turi¬pukaka¬piki¬maunga¬horo¬nuku¬pokai¬whenua¬ki¬tana¬tahu’.આ જોયા પછી ભાગ્યે જ કોઈ વિદ્વાન હશે જે તેને વાંચવાની તસ્દી લે. આ ટેકરીની કુલ ઊંચાઈ 305 મીટર છે અને આ આખા નામમાં કુલ 85 અક્ષરો છે.
સ્થાનિક ભાષા માઓરીમાં લખાયેલા આ નામનો અર્થ કંઈક આવો છે- ‘એ શિખર જ્યાં એક પર્વતારોહક, જમીન ગળી જનાર અને મોટા ઘૂંટણવાળા ટમાટી નામના વ્યક્તિએ પોતાના પ્રિયજનો માટે વાંસળી વગાડી હતી.’આ સ્થાનના ઐતિહાસિક નામ તરીકે આ ટેકરીનું નામ સ્થાનિક યોદ્ધાના નામ પરથી રાખવામાં આવ્યું છે, તેથી અહીંના લોકો માટે આ ગર્વની વાત છે.
સ્થાનિક લોકો આ જગ્યાને ‘Taumata’ અથવા ‘Taumata’ હિલ કહે છે. પરંતુ જરા એ લોકો વિશે વિચારો કે,જેઓ તેમના સત્તાવાર દસ્તાવેજમાં ગામનું નામ લખતા હશે.એ જ રીતે યુરોપ ખંડનું સૌથી મોટું ગામ વેલ્સમાં આવેલું છે, જેનું નામ -‘Llanfair¬pwllgwyngyll¬gogery¬chwyrn¬drobwll¬llan¬tysilio¬gogo¬goch’.છે. આ નામમાં કુલ 58 અક્ષરો છે.