દિલ્હીઃ સિરીયલ કિલર, ડાકૂ જેવા ગુનેગારોને એન્કાઉન્ટમાં ઠાર મારવાની ઘટનાઓ વર્ષો સુધી યાદ રહેશે. તેની ઉપર ફિલ્મો અને સિરીયલો પણ બને છે. એટલું જ નહીં પુસ્તકો પણ લખવામાં આવે છે. બીજી તરફ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ વર્ષો સુધી પુરાવા સાચવીને રાખવામાં આવે છે. પરંતુ તમે કોઈ દિવસ એવુ વિચાર્યું છે કે, એક ગુનેગારને જે પિસ્તોલથી ઠાર મારવામાં આવ્યો હોય તેને 125 વર્ષ સુધી સાચવી રાખવામાં આવી હોય અને હરાજીમાં દુનિયાની સૌથી મોંઘી પિસ્તોલ તરીકે વેચાય, આવુ તાજેતરમાં જ અમેરિકામાં બન્યું છે.
અમેરિકામાં કુખ્યાત અને ખુંખાર ડાકુ બિલી ધ કિડને પોલીસે શેરિફ પેટ ગેરેટ નામની પિસ્તોલથી ઠાર મારવામાં આવ્યો હતો. હવે આ પિસ્તોલની હરાજી કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ પિસ્તોલ 6 મિલિયન ડોલર એટલે કે રૂ. 43 કરોડથી વધુમાં વેચાઈ છે. બીજી તરફ અધિકારીઓને પણ આ પિસ્તોલની આટલી ઉંચી બોલાશે તેવો અંદાજ ન હતો. અધિકારીઓના અનુમાન કરવા ઘણી વધારે કિંમતમાં પિસ્તોલની હરાજી થઈ હતી.
ઓક્શન હાઉસ બોનહમ્સના જણાવ્યા અનુસાર આ દુનિયાની સૌથી કિંમતી પિસ્તોલ છે આ પહેલા કોઈ પિસ્તોલ આટલી ઉંચી કિંમતમાં વેચાઈ નથી. બોનહમ્સના મતે આ પિસ્તોલ વાઈલ્ડ વેસ્ટની જાણીતી વાર્તાઓ પૈકીની એકની નિશાની તરીકે સુરક્ષિત રાખવામાં આવી હતી.
બિલી ધ કિડનું નાનપણનું નામ હેનરી મેકકાર્ટી હતું. જેને બાદમાં બદલી નાખવામાં આવ્યું હતું. બેલીએ 8 વ્યગક્તિઓની હત્યા કરી હતી અને આ અપરાધમાં એપ્રિલ 1881માં માત્ર 21 વર્ષની ઉંમરે જ તેને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. જો કે, ફાંસીની સજાનો અમલ થાય તે પહેલા જ બેલી જેલમાંથી ફરાર થઈ ગયો હતો. કેટલાક મહિનાઓ બાદ તેને આ પિસ્તોલથી ગેરેટએ ગોળીમારી હતી. આ પિસ્તોલની પહેલા પણ હરાજી થઈ હતી હવે એની હરાજી રૂ. 14.55 કરોડથી થઈ હતી.