વરસાદ જેવા વાતાવરણમાં આ છે લોકોને સૌથી વધુ મનપસંદ નાસ્તો
વરસતા વરસાદમાં લોકોને વધારે પડતા તો દાળવડા અને તેવી વસ્તુઓ વધારે ભાવે છે, ક્યારેક તો લોકો વરસતા વરસાદમાં ચાની પણ મજા માણતા હોય છે પણ આ ઉપરાંત પણ કેટલીક વસ્તુઓ છે જે લોકોને વરસતા વરસાદના સમયે સૌથી વધારે પસંદ આવે છે.
સૌથી પહેલા જો વાત કરવામાં આવે કચોરીની તો કચોરી એ રાજસ્થાનમાં લોકપ્રિય અને સ્વાદિષ્ટ નાસ્તો છે. તેને લીલી ચટણી સાથે પીરસવામાં આવે છે. જ્યારે ગરમ પીરસવામાં આવે ત્યારે તેનો સ્વાદ શ્રેષ્ઠ લાગે છે. તેમાં મસૂર અથવા ડુંગળીનું ભરણ હોય છે. સાંજના નાસ્તામાં તે ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
આ ઉપરાંત સ્પ્રિંગ રોલ્સ એ એક લોકપ્રિય નાસ્તો છે. તમે વરસાદની મોસમમાં સાંજે કોફી અને કેચઅપ સાથે સ્પ્રિંગ રોલ્સ પણ ખાઈ શકો છો. તેમાં કોબી, ગાજર અને સ્પ્રિંગ ઓનિયનનું ભરણ હોય છે. તમે સાંજે તેમને માણી શકો છો.
ફ્રુટ ચાટ હંમેશાથી દરેકની ફેવરેટ રહી છે. તમે વરસાદની મોસમમાં મોસમી ફળોનો ઉપયોગ કરીને ફ્રુટ ચાટ બનાવી શકો છો. સ્વાદ વધારવા માટે તેમાં ચાટ મસાલો અને કાળા મરી ઉમેરો. તમે સવારે કે સાંજે આ ચાટનું સેવન કરી શકો છો. તે ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. બ્રેડ પકોડા એક લોકપ્રિય નાસ્તો છે. તે વરસાદની મોસમમાં લગભગ દરેક ઘરમાં બને છે. બ્રેડના ટુકડાને ચણાના લોટના તીખા ખીરામાં બોળીને તળવામાં આવે છે. તેમાં ચીઝ અથવા બટાકાની ભરણ પણ હોય છે. બ્રેડ પકોડા સામાન્ય રીતે ચોમાસા કે શિયાળામાં મસાલા અથવા આદુની ચા સાથે ખાવામાં આવે છે.