- દુનિયાની સૌથી ક્રૂર માછલી
- જેને ‘સમુદ્રી વેમ્પાયર’ કહેવાય છે
- તેનું કામ માત્ર લોહી ચૂસવાનું
સમુદ્રની અંદર પણ આપણી ધરતીની જેમ જ ઘણા જીવ હાજર છે,જેના વિશે જાણીને માણસો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે,ત્યારે આજે અમે તમને એક એવી માછલી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જો તમે ‘સી વેમ્પાયર’ કહો તો કંઈ ખોટું નહીં હોય કારણ કે તેની કામ માત્ર લોહી ચૂસવાનું છે.
અમે વાત કરી રહ્યા છીએ સી લેમ્પ્રી ની,તેની મહત્તમ લંબાઈ 40 ઇંચ સુધી છે અને વજન પણ 8 કિલોથી વધુ છે. તેની પીઠનો રંગ વાદળી, કાળો અને લીલો હોય છે, જ્યારે તેના પેટનો રંગ સામાન્ય રીતે સોનેરી અથવા સફેદ હોય છે.
આ માછલી તેના જીવનનો અડધો ભાગ નદીના પાણીમાં વિતાવે છે, તેની સાથે તે તેના જીવનના ઘણા વર્ષો દરિયાના પાણીમાં વિતાવે છે અને ત્યાં રહેવાથી તે દરેક રીતે મજબૂત બને છે. બાદમાં તે ઇંડા મૂકવા માટે તાજા પાણીમાં પાછી આવે છે. તેને દરિયાઈ માછલીની શ્રેણીમાં પણ રાખવામાં આવે છે.
આ માછલીની સૌથી મોટી ઓળખ તેનું મોં છે, તેના મોઢામાં ચારેબાજુ દાંત છે, જે તેને તેના શિકારને પકડવામાં અને તેનું લોહી ચૂસવામાં મદદ કરે છે. તેના દાંત ખૂબ જ તીક્ષ્ણ છે અને મોઢાની રચના એવી છે કે તે તરત જ શિકારનું લોહી અને માંસ ખેંચી શકે છે.
તેને એટલાન્ટિક મહાસાગરની માછલી કહેવામાં આવે છે અને તે ઉત્તર અમેરિકાથી યુરોપ સુધી જોવા મળે છે. તે પેસિફિક મહાસાગરમાં પણ જોવા મળે છે. તે એક સમયે લગભગ એક લાખ ઇંડા મૂકે છે અને 36 દિવસમાં મૃત્યુ પામે છે. મેલ સી લેમ્પ્રી તે ઇંડાની સંભાળ રાખે છે. પર્યાવરણ માટે જરૂરી આ માછલી વિશે એવું માનવામાં આવે છે કે તે લગભગ 36 કરોડ વર્ષો પહેલા પ્રથમ વખત જન્મી હતી.