Site icon Revoi.in

આ છે સૌથી ભયાનક ગુફા, અહીં અદંર જવાનું વિચારવું પણ મોત સમાન છે અને ગયા પછી નથી આવતું કોઈ બહાર

Social Share

વિશ્વભરની અવનવી કહાનિઓ આપણે સાંભળી છે, કેટલીક ડકાવની તો કેટલીક રહસ્મય તો વળી કેટલીક કહાનિઓ સાંભળીને તે વાત પર વિશ્વાસ જ આવતો નથી હોતો ત્યારે આજે એક એવી જ જગ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને લઈને અનેક લોકચર્ચાઓ છે અને તેને લઈને અનેક દાવાઓ પમ થી રહ્યા છે.

આ દાવો કરવામાં આવ્યો છે તે જગ્યા છે તુર્કીની . અહીંના પ્રાચીન શહેર હિરાપોલિસમાં એક એવું મંદિર છે જ્યાં જતા જ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ આ મંદિરની અંદર જાય છે તો તેનો મૃતદેહ પણ નથી મળતો. હા! આ મંદિરને ‘ગેટવે ટુ હેલ’ (નરકનો દ્રાર) તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ મંદિરની અંદર જવાની હિંમત બહુ ઓછા લોકો કરી શકે છે, પરંતુ તેઓ ફરી ક્યારેય પાછા નથી આવ્યા. એ જાણીને ખૂબ જ નવાઈ લાગે છે કે ધાર્મિક સ્થળો પર વ્યક્તિને રહેવાનો રસ્તો મળે છે, પરંતુ આ મંદિરમાં વ્યક્તિને મૃત્યુ થાય છે.

અનેક મીડિયા રિપોર્ટની જો વાત માનવામાં આવેતો, છેલ્લા ઘણા સમયથી અહીં રહસ્યમય મોત થઈ રહ્યા છે, જેના કારણે આ જગ્યાને ‘ધ ગેટ ઓફ હેલ’ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગ્રીકો-રોમન સમયગાળા દરમિયાન, મંદિરની મુલાકાત લેનાર કોઈપણનું શર કલમ કરવામાં આવતું હતું. મંદિરમાં શિરચ્છેદ કરવાનું કારણ શું હતું તે આજ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક લોકોનું માનવું છે કે આ જગ્યાના સંપર્કમાં આવનાર કોઈપણ પ્રાણી કે મનુષ્યનું મૃત્યુ ગ્રીક દેવતાના ઝેરીલા શ્વાસને કારણે થાય છે.

પરંતુ હવે આ રહસ્ય પરથી પડદો ઉઠી ગયો છે. વૈજ્ઞાનિકોએ મંદિર અને તેની આસપાસ મૃત્યુનું કારણ જાહેર કર્યું છે. વૈજ્ઞાનિકોના મતે મંદિરની નીચેથી ઝેરી કાર્બન ડાયોક્સાઈડ ગેસ સતત બહાર આવતો હોય છે. આ જ કારણ છે કે તેના સંપર્કમાં આવતા જ મનુષ્ય, પશુ અને પક્ષીઓ મૃત્યુ પામે છે. વૈજ્ઞાનિકોને મંદિરની નીચેની ગુફામાં મોટી માત્રામાં કાર્બન ડાયોક્સાઈડ ગેસ મળી આવ્યો છે.

કાર્બન ડાયોક્સાઇડના 10 ટકા સંપર્કમાં આવવાથી વ્યક્તિ 30 મિનિટની અંદર મૃત્યુ પામે છે. તે જ સમયે, મંદિરની ગુફાની અંદર કાર્બન ડાયોક્સાઈડની માત્રા 91 ટકા છે. આ જ કારણ છે કે અહીં આવનાર દરેક જીવનું મૃત્યુ થાય છે અને તેથી જ તેને “નરકનો દરવાજો” કહેવામાં આવે છે.