Site icon Revoi.in

આ છે દુનિયાનું સૌથી અનોખું જીવજંતુ,અડધું નર અને અડધું માદા,કોઈ નથી જાણતું તેની પાછળનું કારણ

Social Share

આ દુનિયામાં પ્રાણીઓની લાખો પ્રજાતિઓ છે,જેમાંથી કેટલાક આપણે દરરોજ જોઈએ છીએ અથવા જાણીએ છીએ, જ્યારે કેટલાક જીવો એવા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. કેટલીકવાર વૈજ્ઞાનિકો પણ કેટલાક એવા જીવો શોધી કાઢે છે, જેના વિશે કોઈને કંઈ ખબર નથી, પરંતુ લોકો તેમને પહેલીવાર જોઈ રહ્યા છે.આવા જ એક જીવની આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે.હવે તમે જાણતા જ હશો કે,માણસોની જેમ જ પ્રાણીઓમાં પણ નર અને માદા હોય છે,પરંતુ બ્રિટનમાં એક એવો અજીબોગરીબ કીડો મળી આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. આ જંતુનું કોઈ એક જ લિંગ નથી, પરંતુ તે અડધો નર અને અડધું માદા છે. વિશ્વમાં આ પ્રકારનું પહેલું જંતુ છે.

અહેવાલ મુજબ, વિશ્વના આ સૌથી અનોખા જંતુને સૌપ્રથમ લોરેન ગારફિલ્ડ નામની મહિલાએ તેના ઘરમાં જોયું હતું, જેને બાદમાં તેણે બ્રિટનના નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમને સોંપી દીધું હતું.જ્યારે મ્યુઝિયમના નિષ્ણાતોએ આ જંતુની તપાસ કરી તો જાણવા મળ્યું કે,વાસ્તવમાં તે માત્ર કોઈ એક લિંગનું નથી, પરંતુ અડધો નર અને અડધી માદા છે. તેનું નામ ચાર્લી રાખવામાં આવ્યું છે.

હાલમાં આ જંતુ પર સંશોધન ચાલી રહ્યું છે.નિષ્ણાતોનું માનવું છે કે,આ જીવાતને માર્યા બાદ જ ખબર પડશે કે,તેના અડધા નર અને અડધા માદા હોવા પાછળનું કારણ શું છે.તેઓનું કહેવું છે કે,જો આ જંતુ આપો આપ જ મરી ગયું, તો તેનો રંગ ફિક્કો પડી જશે અને આવી સ્થિતિમાં ખબર નહીં પડે કે તે અડધો નર અને અડધો માદા કેમ છે ?

અહેવાલો અનુસાર, આ અદ્ભુત જંતુ બે રંગોનું છે.તેના શરીરનો રંગ ચળકતો લીલો છે, જે દર્શાવે છે કે,તે માદા છે, જ્યારે તેના પીછા ભૂરા રંગના છે, જે પુરુષ હોવાની નિશાની દર્શાવે છે.આ જંતુ Diapherodes gigantean પ્રજાતિનું જણાવવામાં આવી રહ્યું છે, જે હળવા અને તેજસ્વી લીલા રંગના છે.