જ્યારે પણ હિમાચલ પ્રદેશનું નામ આવે છે,ત્યારે આપણા મનમાં હંમેશા દેવભૂમિનો વિચાર આવે છે.આજે પણ દરેક ખૂણામાં ઘણા રહસ્યો છુપાયેલા છે.અહીં તમને ઘણી એવી રહસ્યમય વસ્તુઓ જોવા મળશે જેનું રહસ્ય આજ સુધી ખુલ્યું નથી.
કમરુનાગ તળાવ હિમાચલના મંડી જિલ્લાથી 51 કિમી દૂર કરસોગ ખીણમાં આવેલું છે.આ સ્થાન પર પથ્થરથી બનેલી કમરૂનાગ બાબાની પ્રતિમા છે, જ્યાં દર વર્ષે જૂન મહિનામાં કમરૂનાગ મંદિરમાં મેળાનું આયોજન કરવામાં આવે છે.
આ તળાવમાં સોનું, ચાંદી અને ધન ચઢાવવાની વર્ષો જૂની પરંપરા છે. અહીં પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ લોકો પોતાની શ્રદ્ધા અનુસાર સોનું અને ચાંદી ચઢાવે છે, જે પાણીમાં સ્પષ્ટ દેખાય છે.વર્ષોથી લોકો દ્વારા અર્પણ કરવામાં આવેલી સંપત્તિ અને આભૂષણોને કારણે એવું માનવામાં આવે છે કે તળાવમાં અબજોનો ખજાનો છે.
જો કે આટલા વિશાળ ખજાનાની સુરક્ષાની વાત કરવામાં આવે તો અહીં મંદિર દ્વારા કોઈ સુરક્ષા કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આટલા મોટા ખજાનાની રક્ષા કમરૂનાગ દેવતા પોતે કરે છે.