Site icon Revoi.in

આ છે દુનિયાનું સૌથી અનોખું રેસ્ટોરન્ટ,જ્યાં ગ્રાહકો બોલીને નહીં પણ આ રીતે જમવાનો આપે છે ઓર્ડર

Social Share

દુનિયામાં એવા કેટલાક અજીબોગરીબ રેસ્ટોરન્ટ છે, જેના વિશે તમે સાંભળ્યું જ હશે. જેમ કે ઘણા રેસ્ટોરન્ટ ઊંચાઈ પર બનાવામાં આવ્યા છે તો કેટલાક પાણીની અંદર. કેટલાક એવા રેસ્ટોરન્ટ છે જ્યાં જવા માટે ખાસ નિયમોનું પાલન કરવું પડે છે, પરંતુ શું તમે જાણો છો કે,દુનિયામાં એક એવું પણ રેસ્ટોરન્ટ છે જ્યાં ગ્રાહક કંઈ પણ બોલી શકતો નથી. કહેવાનો અર્થ એ છે કે,આ રેસ્ટોરન્ટ પર ગ્રાહકો અને અહીં કામ કરતા લોકો સાથે વાત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

આ અજીબોગરીબ રેસ્ટોરન્ટ ચીનના ગ્વાંગઝુ વિસ્તારમાં આવેલ છે, જેને વર્લ્ડ સાયલન્ટ કેફે નામ આપવામાં આવ્યું છે. જ્યાં કોઈને કંઈ બોલવાની છૂટ નથી. દરેક ગ્રાહકને અગાઉથી જાણ કરવામાં આવે છે કે બોલ્યા વગર જ અહીં ઓર્ડર આપવાનો રહેશે. તમે અહીં જે પણ ઓર્ડર આપવા માંગો છો, તમારા હાથના ઈશારાથી મેનુ કાર્ડનો નંબર જણાવો, ઓર્ડર તમારી પાસે આવી જશે.

મેનુ કાર્ડ મેળવતા જ ગ્રાહકે પોતાના હાથના ઈશારાથી મેનુ કાર્ડ પર લખેલ નંબર જણાવવો પડશે, ત્યારબાદ તે નંબરની આગળ લખેલ ખાદ્ય ચીજવસ્તુઓ ઓર્ડર આપ્યાની થોડીવારમાં તમારી પાસે આવી જશે. આ રેસ્ટોરન્ટમાં અડધાથી વધુ સ્ટાફ એવા છે જેઓ સાંભળી શકતા નથી. કંપનીનો ધ્યેય ગ્રાહકોને સાંભળવાની ક્ષતિ ધરાવતા લોકોની ભાષા સમજવા માટે પ્રેરિત કરવાનો છે.

જો કોઈ આવી વાત ન કહી શકે તો તમે તેને નોટપેડ પર લખીને આપી શકો છો. આ ઉપરાંત ગ્રાહક અને કર્મચારીઓ વચ્ચે ડિજિટલ કોમ્યુનિકેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કંપનીએ એ સુનિશ્ચિત કરવા માટે પણ વ્યવસ્થા કરી છે કે, ગ્રાહકને ભવિષ્યમાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે અને જે લોકો સાંભળી શકતા નથી તેમને વધુ કામ મળે.

સ્ટારબક્સે ગુઆંગડાંગ ડેફ પિપુલ એસોસિએશનના સહયોગથી સાઇન લેંગ્વેજ પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેથી આ કેફેની મુલાકાત લેનારા ગ્રાહકો ભાષા સમજી અને શીખી શકે. તમને જાણીને નવાઈ લાગશે કે,આ સ્ટારબક્સનું પહેલું સાયલન્ટ કેફે નથી. અગાઉ 2016માં કંપનીએ મલેશિયામાં અને 2018માં વોશિંગ્ટન ડીસીમાં સાયલન્ટ કાફે શરૂ કર્યું હતું. જેના કારણે દરેક જગ્યાએ કંપનીના વખાણ થઈ રહ્યા છે.